રાજેશ વસાવે :- દાહોદ
લો બોલો.. ફળોની પેટીઓની આડમાં વિદેશી દારૂની હેરફેર..
દાહોદ એલસીબી પોલીસે ફળફળાદી ભરેલી પીકપ ગાડી માંથી વિદેશી દારૂ સાથે ચાલકને દબોચ્યો..
દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડીથી લીમખેડા જવાના રસ્તા પરથી દાહોદ એલ.સી.બી. પોલીસે એક પીકઅપ ફોર વ્હીલર ગાડીમાંથી ફળોના બોક્ષોની આડમાં સંતાડી રાખેલ વિદેશી દારૂનો કુલ રૂા. ૩,૫૧,૩૬૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૮,૫૬,૩૬૦ના મુદ્દામાલ સાથે દાડીના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા, નાસતા ફરતાં આરોપીઓને પકડી પાડવા, અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લાના પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ ઝાલોદ તાલુકામાંથી પસાર થતાં લીમડીથી લીમખેડા જવાના માર્ગ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક પીકઅપ ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને પીકઅપ ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેલી લઈ ગાડીના ચાલક વિજયભાઈ રમેશભાઈ ડામોર (રહે. ઝાબુઆ, મધ્યપ્રદેશ) નાની પોલીસે અટકાયત કરી ગાડીની તલાસી લેતાં ગાડીમાં ફળોના બોક્ષોની આડમાં સંતાડી રાખેલ વિદેશી દારૂની કુલ પેટીઓ નંગ. ૧૨૨ જેમાં કુલ બોટલો નંગ. ૨૯૪૪ જેની કિંમત રૂા. ૩,૫૧,૩૬૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત વિગેરે મળી પોલીસે કુલ રૂા. ૮,૫૬,૩૬૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાે હતો. આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો ? અને કોને આપવા જતો હતો ? તે તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ સંબંધે દાહોદ એલ.સી.બી. પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————