નવીન સિકલીગર :-પીપલોદ
ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના પીપલોદમાં દરોડા: ડુબલીકેટ સોપારી બનાવતા અમદાવાદના વેપારી સામે કોપીરાઈટનો કેસ થયો..
પીપલોદ તા. ૧૯
પીપલોદ ગામે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા રેડ પાડી સવા લાખ રૂપિયા ની કિંમતની સોપારી ઝડપી પાડી સુરેન્દ્રનગર ખાતે એચ એ કંપનીના નામથી ડુપ્લીકેટ માવા સોપારી બનાવતા અમદાવાદના વેપારી સામે કોપી રાઈટસ એકટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
મળતી માહિતી મુજબ સુરત ની ઉમા સેલ્સ નામ ની કંપની દ્વારા કોપી રાઈટ્સ રજીસ્ટ્રેશન કરાવી કાંતીકાકા ની સોપારી ના નામથી તમાકુ માવામાં ખાવાની સોપારી નું કટીંગ કરી ગુજરાત માં અલગ અલગ જગ્યાએ વેચાણ કરે છે. ત્યારે સુરેન્દ્રનગરની એચ એ કંપની ના નામ થી બનતા લેબલ અને કલાકૃતિ વાળી ડુપ્લીકેટ પ્રોડક્ટ બનાવી દાહોદ જિલ્લાના પીપલોદ ખાતે વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું હતું જેના આધારે ઉમા સેલ્સના પ્રોપરાઇટર હસમુખ પટેલે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની મદદ લીધી હતી ગતરોજ પંચો રૂબરૂ સ્થાનિક પોલીસ અને ગાંધીનગર cid crime બ્રાન્ચ ની ટીમે પીપલોદ ના વેપારી ભાવિક ચંદ્રકાન્ત લાલવાણી ની દુકાન ભાવિક ડિસ્ટ્રીબ્યુટર પર છાપો માર્યો હતો. જ્યાંથી પોલીસને ક્રાંતિ કાકાની સોપારી ના નામથી ડુપ્લીકેટ મળવાનું વિપુલ જથ્થો મળી આવ્યો હતો. એચ એ ગૃહ ઉદ્યોગ સુરેન્દ્રનગર ના લેબલ વાળા 56 નંગ કોથળામાં ભરી રાખેલ ૧.૨૪.૫૦૦ ની કિંમતના ભળતા નામ અને કલાકૃતિ વાળા ડુપ્લીકેટ તમાકુના માવા સોપારી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. ઉમા સેલ્સ સુરતના પ્રોપરાઇટર ની ફરીયાદ ના આધારે ભળતું નામ અને કલાકૃતિ વાળા ડુપ્લીકેટ તમાકુ માવા બનાવી કૉપિરાઇટ એક્ટનું ઉલ્લંઘન કરતા અમદાવાદ ખાતે રહેતા વેપારી હુસેન અલી અનવર અલી ચારનીયા વિરૂધ્ધ પિપલોદ પોલિસે ગુનો દાખલ કરી કાયદેસની કાયૅવાહી હાથ ધરી છે.