રાજેશ વસાવે :- દાહોદ
દાહોદની નવજીવન કોલેજ બહાર યુદ્ધ કોંગ્રેસ દ્વારા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરના પૂતળાનું દહન,કોલેજના ગેટને તાળાબંધીની ચીમકી…
દાહોદ તા ૧૮
દાહોદની નવજીવન કોલેજમાં છેલ્લા કેટલાય સમયથી આદિવાસી સમાજના વિધાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં ન આવતી હોય તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે આગળ પણ BTP અને BTTS દ્રારા વિરોધ દર્શાવી કલેક્ટરને રજુઆત કરી આવેદનો અપાયા છે પરંતુ આ સમસ્યાઓનું નિરાકરણ ન આવતા હવે યુથ કોંગ્રેસ પણ મેદાને ઉતરી છે જેમાં યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ નવજીવન કોલેજ બહાર ભેગા મળી દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે શિષ્યવૃત્તિ ન આપવાને લઈને વારંવાર રજૂઆત કરવા છતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવતી નથી જેના વિરોધમાં દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સંજય નીનામા, મહામંત્રી રાહુલ નિનામા, વિધાનસભા પ્રમુખ અનિલ ભાભોર તેમજ સંજય ડામોરની આગેવાનીમાં વિદ્યાર્થીઓને સાથે રાખી વિરોધ પ્રદર્શન કરી સરકારના મંત્રીના પૂતળાનું દહન કરવામાં આવ્યું અને યુથ કોંગ્રેસે ચેતવણી પણ આપી જણાવ્યું હતુંકે 15 દિવસમાં આ પ્રશ્નનો હલ નહી કરવામાં આવે તો કોલેજને તાળા બંધી કરી આખા જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જેની પણ આચાર્યને યુથ કોંગ્રેસ દ્વારા ચીમકી ઉતારવામાં આવી હતી