સિંગવડ તાલુકાના મંડેર-સુરપુર-પીછોડા માર્ગનું ડામરીકરણની માંગ ઉઠી..
સીંગવડ તા. ૧૬
સિંગવડ તાલુકાના મંડેર ચોકડી થી સુરપુર થઈ પીછોડા નીકળતા ડામર રસ્તાને બનાવ્યા ને આશરે ૧૭ વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો ત્યાર પછી આ રસ્તા એક પણ વખત બનાવવામાં આવ્યો નથી એના લીધે સુરપુર ગામ ના લોકોને સિંગવડ તથા સંજેલી જવા માટે ખાડા પડેલા રસ્તામાં થઈને નીકળવાનો વારો આવે છે જ્યારે ગામના સરપંચ તથા આગેવાનો દ્વારા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર ને રજૂઆત કરવામાં આવી હતી અને આ ડામર રસ્તાને મંડેર ઘાટી થી સુરપુર જતા રસ્તો વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી જ્યારે રસ્તા માટે આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવ્યા છતાં આ ડામર રસ્તાને બનાવવા માટે કોઈપણ રસ લેવા તૈયાર નથી તેમ લાગી રહ્યું છે જ્યારે ડામર રસ્તાને આજદિન સુધી બનાવવામાં નથી આવ્યો જ્યારે ડામર રસ્તા માટે વારંવાર રજૂઆત કરવા છતાં સરકારી તંત્રનું પેટનું પાણી નથી હતું તેમ લાગી રહ્યું છે જેનો ભોગ ગામડાની ગરીબ પ્રજાને ભોગવવું પડતું હોય છે જ્યારે સાંસદને રજૂઆત કરવામાં આવી છે તો આ રસ્તો બનશે ખરી તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.