
ફતેપુરા મામલતદાર તરીકે એસ. જી. ડામોર ને વધારાનો ચાર્જ સોપાયો.
ફતેપુરા તા. ૧૬
તારીખ 31 ઓગસ્ટ 2023 ના રોજ ફતેપુરાના મામલતદાર આર પી ડીડોર વય નિવૃત્ત થતા ફતેપુરા તાલુકાના મામલતદાર તરીકે ઝાલોદ તાલુકાના મામલતદાર એ પી ઝાલાને ચાર્જ સોંપવામાં આવ્યો હતો.ત્યારે હાલમાં ઝાલોદ તાલુકાના મામલતદાર ની બઢતી સાથે બદલી થતા ફતેપુરા મામલતદાર ની જગ્યા ફરીથી ખાલી થઈ જવા પામી હતી જેથી દાહોદ જિલ્લા કલેકટરે ફતેપુરા તાલુકાના મહેસુલ મામલતદાર એસ જી ડામોરને ફતેપુરા તાલુકાના મામલતદાર તરીકેનો ચાર્જ સોપ્યો છે.ત્યારે મહેસુલ મામલતદાર એસ જી ડામોરે ફતેપુરા તાલુકાના મામલતદાર તરીકે નો ચાર્જ સંભાળી લીધો છે.