
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરા પોલીસ મથકે પોલીસ મથકે ડ્રાઇવરોને માર્ગદર્શન અંગે મિટિંગ યોજાઈ..
ફતેપુરા તા. ૧૪
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા પોલીસ મથકે ફતેપુરા પોલીસ મથકના પી.એસ.આઇ જે બી તડવી એ ફતેપુરા પોલીસ મથક વિસ્તારના ડ્રાઇવરોને માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપીને ટ્રાફિક જાગૃતિ અંગે સમજ કરી હતી.
પીએસઆઇ એ ઉપસ્થિત વાહન ચાલકોને જણાવ્યું હતું કે કોઈ પણ વાહન ચાલકે પોતાના વાહનોની ઉપર મુસાફરો બેસાડવા નહીં કોઈપણ વાહન ચાલકે પોતાના વાહનોની ઉપર તેમજ લટકતા રાખીને મુસાફરોને મુસાફરી કરાવવી નહીં કે મર્યાદા કરતા વધુ મુસાફરો બેસાડવા નહીં કોઈપણ વાહનના દરવાજા ખુલ્લા રાખીને વાહન હંકારવું નહીં.કોઈપણ વાહન ચાલકે વિદ્યાર્થીઓને વાહન ઉપર બેસાડીને કે લટકતા રાખીને મુસાફરી કરાવવી નહીં તેમજ દરેક વાહન ચાલકે પોતાના વાહનની આરસીબુક અને વીમા પોલિસીઓ વાહનની સાથે જ રાખવી ડોક્યુમેન્ટ વગર વાહન હંકારવું નહીં તેમજ પીએસઆઇ એ ઉપસ્થિત તમામ ડ્રાઇવરોને કડક સૂચના આપી હતી કે આ સૂચનાનો અમલ ન કરનાર વાહન ચાલકો સામે કાયદેસરની અને કડક તેમજ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.