મહેન્દ્ર ચારેલ :- સંજેલી
પંચાયત તંત્ર સફાઈ અભિયાનમાં ઝાડુ પકડી ફોટોસેશન વચ્ચે ઠેર-ઠેર સ્વચ્છતા અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા..
સંજેલી નગરમાં ચોતરફ ખદબદતી ગંદકી તેમજ કચરાના ઢગલાથી નર્કાગાર જેવી પરિસ્થિતિ:પંચાયત તંત્રના આંખ આડા કાન…
બસ સ્ટેન્ડ, કબ્રસ્તાન રોડ,સંતરામપુર રોડ માંડલી રોડ,રાજમહેલ રોડ પ્રાથમિક શાળા આગળ ગંદકીનુ સામ્રાજ્ય.
સંજેલીમાં ઠેર ગંદકી પંચાયત તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન અંગે દેખાવો કરવા ફોટા ખેચાવ્યા.?
સંજેલી તા.14
સંજેલી નગરમાં ચારેકોર ગંદકી ના ઢગલા જોવા મળી રહ્યા છે સંજેલી પંચાયત તંત્ર રોગચાળાને આમંત્રણ આપી રહીયુ હોય તેવું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. વારંવાર ગંદકીને લઇ ગ્રામ સભામાં અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ નિષ્ઠાપૂર્વક કાર્યવાહી કરવામાં આવતી નથી જાણે પંચાયત તંત્ર ખાડે ગઈ હોય તેમ કાર્યવાહી કરવામાં નિષ્ફળ નિવડી રહી છે. સ્વચ્છતા અભિયાનને વધુ વ્યાપક બતાવીને તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા રાખવા હાકલ કરી છે સમગ્ર પ્રધાનમંત્રી નિર્મળ ભારતના સાર્થક આપવા બીજી ઓક્ટોબર ગાંધી જયંતી એક કલાક અભિયાન હાથ ધરીયુ હતું જેમાં સંજેલી પંચાયત તંત્ર દ્વારા તલાટી મહિડા,સરપંચ મનાભાઈ વેલજીભાઈ ચારેલ સહિતના પંચાયતના બોડિના સભ્યો સ્વચ્છતા અભિયાનમાં ફક્ત ઝાડુ પકડીને ફોટા પડાવવા માટે તેમજ દેખાવો કરવા ભેગા થયાં હતા. સંજેલી નગરમાં પંચાયત તંત્ર સફાઈ અભિયાન ના ફોટા અને વિડિયો કરતા નજરે પડ્યા હતા.પંચાયત તંત્ર ફક્ત ઝાડુ પકડીને ફોટા પડાવવામાં માહિર જોવા મળ્યા હતા. સંજેલી નગરમાં ઠેર ઠેર ગંદકી દૂર કરવાને બદલે હાથમાં ઝાડુ પકડી ફોટા પડાવતા નજરે પડી રહ્યા છે તંત્ર ફક્ત ફોટા પડાવવામાં જ ભેગા થયા હતા કે સુ? પંચાયત તંત્ર ફક્ત ફોટા પાડી સ્વચ્છતા અભિયાનની પોલ ખોલી રહ્યા છે. સંજેલી સંતરામપુર રોડ પર જાહેર રસ્તા પર મંડલી રોડ કબ્રસ્તાન રોડ પ્રાથમિક શાળા આગળ બસ સ્ટેન્ડ આગળ મંદિરો આગળ પણ ધબધગતી ગંદકી જોવા મળી રહી છે અને સંજેલી રાજમહેલ રોડ પર રસ્તા પર ઠેર ઠેર ગટરના ગંદા પાણી નદીની જેમ ઉભરાઈને વહેતા થયા છે જાણે પંચાયત તંત્ર રોગચાળાને આમંત્રણ આપી રહ્યા હોય તેમ જોવાઈ રહી છે ત્યારે સંજેલી પંચાયત તંત્ર ફક્ત સફાઈ અભિયાન ના ફોટા પાડી દેખાવ કરવા નીકળી પડ્યા હોય તેમ ફોટા પાડતા નજરે પડી રહ્યા છે ત્યારે જોવા મળી રહ્યું છે કે સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર જ હોય છે તેમ જોવાઈ રહ્યું છે.