
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીમા ICDS કચેરી ખાતે કિશોરી મેળો યોજાયો…
સંજેલી તા.13
સંજેલી તાલુકા ખાતે મહિલાને બાળ વિકાસ વિભાગ દ્વારા કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત થીમ હેઠળ બેટી બચાવો બેટી પઢાવો તેમજ પુર્ણા યોજના હેઠળ આ કિશોરી મેળો યોજવામાં આવ્યો.
સંજેલી આઇસીડીએસ વિભાગ ખાતે કિશોરી મેળાના અધ્યક્ષ તરીકે માનનીય ધારાસભ્ય રમેશભાઈ કટારા સાહેબ તાલુકા પંચાયત પ્રમુખ,સીડીપીઓ Tdo સાહેબ , મેડિકલ ઓફિસર તેમજ અલગ અલગ શાખા ના અધિકારી ઉપસ્થિત રહીને હાજરી આપી કાર્યક્રમને સફળ બનવ્યો હતો.
આ કિશોરી મેળામાં કિશોરીઓને આઈસીડીએસ વિભાગ દ્વારા આપવામાં આવતા ટેક હોમ રાશન માંથી અને અન્ન મીલેટ્સ માંથી બનતી વિવિધ વાનગીઓ અને તેના ફાયદા વિશે સમજ આપવામાં આવી. તદુપરાંત કિશોરીઓ માટે ICDS ની સેવાઓ અને પોષણ અંગે વકૃત્વ સ્પર્ધા નો પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં વિજેતા બનેલા તમામને પોષણ કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ છે.
વધુમાં કિશોરીઓને એનીમિયા, માસિક સ્ત્રાવ, માસિક સ્વછતા, બ્રેસ્ટ કેન્સર, અભયમ હેલ્પલાઇન, વાલી દિકરી યોજના, સખીવન સ્ટોપ સેન્ટર વગેરે વિશે સમજ આપવામાં આવી હતી
કિશોરી મેળામાં હાજર તમામ કિશોરીઓને એચબી તપાસ કરવામાં આવી અને એચબી ક્વિન જાહેર કરવામાં આવ્યા. ઓછું એચ બી ધરાવતા કિશોરીઓને પણ દવા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
ઉપરોક્ત કાર્યક્રમમાં,તાલુકાના અધિકારી આરોગ્ય icd સ્ટાપ આંગણવાડી કાર્યકર્તા બહેનો અને મોટી સંખ્યામાં કિશોરીઓ હાજર રહેલ હતી.