રાજેશ વસાવે :- દાહોદ
ભરૂચ-આણંદ જિલ્લામાં 35 વર્ષથી ફરાર આરોપી,LCB ના સંકજામાં..
દાહોદ LCB પોલીસે જુદા-જુદા શહેરોમાં 11 જેટલાં ધાડ, ઘરફોડ, ચોરી સહિતના ગુનામાં નાસતા ફરતા 3 આરોપીઓને દબોચી જેલ હવાલે કર્યા…
દાહોદ તા.12
દાહોદ એલસીબી પોલીસે છેલ્લા 35 વર્ષથી ભરૂચ તેમજ આણંદ જિલ્લામાં ત્રણ જેટલી ઘરફોડ ચોરીમાં સામેલ તેમજ આણંદ જિલ્લામાં ધાડ ઘરફોડ તેમજ દેવગઢબારિયા સહીત કુલ 11 જેટલા ધાડ ઘરફોડ ગુનાઓમાં સંડોવાયેલા 3 આરોપીઓને ઝડપી જેલ ભેગા કર્યા છે.
દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં એલસીબી પોલીસની જુદી જુદી ટીમોએ અનડિટેક્ટ ગુનાઓને શોધી કાઢવા માટે અસરકારક કામગીરી કરતા મધ્યપ્રદેશના ઝાબુવા જિલ્લાના થાંદલા બાલવાસા ગામના મનસુખ ઉર્ફે મનસુખ જોખાભાઈ બદીયાભાઈ પારગીએ ભરૂચ તેમજ આણંદ જિલ્લામાં 1988 થી 1996 દરમિયાન ત્રણ જેટલી ધાડ ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલો હતો અને છેલ્લા 35 વર્ષથી પોલીસને હાથ તાળી આપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો પરંતુ આ વખતે ઉપરોક્ત આરોપીની કિસ્મત ખરાબ હતી અને આ દરમિયાન દાહોદ એલસીબી પોલીસે 10,000 ના ઇનામી અને 35 વર્ષથી નાસતા ફરતા મનસુખ પારગીને નાના ચાકલીયા ગામ ખાતેથી ઝડપી ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી ઝડપી છેલ્લા 35 વર્ષથી અનડિટેક્ટ ભરૂચ તેમજ આણંદ જિલ્લાના ત્રણ ઘરફોડ ચોરીઓના ગુનાના આરોપીને ઝડપી જેલ ભેગો કરી ભેદ ઉકેલી કાઢવામાં એલસીબી પોલીસે સફળતા સાંપડી છે
તેવીજ રીતે એલસીબી પીઆઇ કેડી ડીંડોર સહીતની ટીમ ગરબાડા તાલુકામાં પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામનો કાંતિભાઈ હરસીંગ ભાઈ બારીયા જે આનંદ જિલ્લાના બોરસદ ગ્રામ્ય અને બોરસદ ટાઉન ભાદરણ વિરસદ ખંભાત રૂરલ તેમજ આનંદ રૂરલમાં ગત વર્ષે પાંચ જેટલી જુદી જુદી ધાડ તેમજ ઘરફોડ ચોરીમાં એક વર્ષથી નાસતા ફરતા કાંતિ હરસીંગ બારીયાને ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.તો ત્રીજા બનાવમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તેમજ આનંદ જિલ્લાના બે મળી કુલ ત્રણ જેટલા ધાડ અને ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા રાજુ લવરીયા ભાઈ પરમાર રહેવાસી ઊંડાર ધાનપુરને LCB ની ટીમે હ્યુમન તેમજ ટેક્નિકલ સોર્સના માધ્યમથી ધાનપુર તાલુકાના પાવ ગામેથી ઝડપી જેલ ભેગો કર્યો હતો
આમ LCB પોલીસે લુંટ ધાડ ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે