
જીગ્નેશ બારીયા :- દાહોદ
ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે જાહેરમાં શ્રાવણિયો જુગાર રમતા છ જુગારીઓને પોલીસે દબોચી 37 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો
દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે જુગાર રમી રહેલા ૦૬ જુગારીઓને પોલીસે દબોચી લઈ તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૬,૮૦૦ તેમજ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા.૩૭,૩૦૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાંનું જાણળા મળે છે.
ગત તા.૨૭મી ઓગષ્ટના રોજ સાગડાપાડા ગામે રાણા ફળિયામાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં ચંન્દ્રેશકુમાર ભરતભાઈ ડામોર, મહેશભાઈ રંગજીભાઈ પારગી, વિપુલભાઈ રંગજીભાઈ પારગી, હસમુખભાઈ રંગજીભાઈ પારગી, તાજુભાઈ સડીયાભાઈ કટારા અને ગોવિંદભાઈ વિનોદભાઈ બારીયા (તમાર રહે. મોટાનગરવા તથા સાગડાપાડા) નાઓ જુગાર રમતાં હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી પરંતુ પોલીસે છ જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતીમાંથી રોકડા રૂપીયા ૧૫,૦૦૦ તેમજ દાવ પરથી રોકડા રૂપીયા ૧૮૦૦ એમ કુલ મળી રૂા.૧૬,૮૦૦ તેમજ મોબાઈલ ફોન નંગ. ૦૫ કિંમત રૂા.૨૦,૫૦૦ એમ કુલ મળી રૂા.૩૭,૩૦૦ના મુદ્દામાલ પોલીસે કબજે લઈ જુગારીઓ વિરૂધ્ધ સુખસર પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————————-