
જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
ગરબાડા તાલુકાના ગામેં પતિ તેમજ સાસરીયાઓના શારિરીક તેમજ માનસિક ત્રાસથી વાજ આવેલી પરણિતાની પોલીસમાં રાવ…
દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભીલોઈ ગામે રહેતી એક ૨૪ વર્ષીય પરણિતાને પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં આ સંબંધે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે ઝેર ફળિયામાં રહેતી ૨૪ વર્ષીય વસંતાબેન અશ્વિનભાઈ ઝણીયાના લગ્ન ભીલોઈ ગામે નિશાળ ફળિયામાં રહેતાં અશ્વિનભાઈ રામસીંગભાઈ ઝણીયા સાથે તા.૧૨.૦૫.૨૦૧૯ના રોજ સમાજના રિતી રિવાજ મુજબ થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી વસંતાબેનને પતિ અશ્વિનભાઈ તથા સાસરીયાઓ દ્વારા સારૂં રાખ્યાં બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતું અને વસંતાબેનને પતિ અશ્વિનભાઈ, સાસરી પક્ષના રામસીંગભાઈ નેવાભાઈ, ધર્મેશભાઈ રામસીંગભાઈ તથા વિનુબેન ધર્મેશભાઈ તમામ જાતે ઝણીયાનાઓએ બેફામ ગાળો બોલી, કહેલ કે, અમારે તને રાખવી નથી, અમારી બીજી યુવતી લાવવાની છે, તું આ ઘરમાંથી નીકળી જા, તું અમને ગમતી નથી, તેમ કહી અવાર નવાર મેણાટોણા મારી, બેફામ ગાળો બોલી, મારી નાંખવાની ધમકી આપતાં હતાં અને એક દિવસ પહેરેલ કપડે વસંતાબેનને ઘરમાંથી કાઢી મુકતાં વસંતાબેન પોતાના પીયર દાહોદ તાલુકાના ભાઠીવાડા ઝેર ફળિયામાં આવી પહોંચી હતી અને આ સંબંધે પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————————-