Wednesday, 11/12/2024
Dark Mode

દાહોદમાં ખંડણી કેસની તપાસ કરતી પોલીસને બગાસું ખાતા પતાશું મળ્યું.. એસઓજી પોલીસને ફોરેન્સિક તપાસ દરમિયાન મળેલા મેસેજના આધારે પાંચ લાખની બનાવટી નોટ સાથે બે ઈસમો ઝડપાયા:બે વોન્ટેડ..

October 10, 2023
        1334
દાહોદમાં ખંડણી કેસની તપાસ કરતી પોલીસને બગાસું ખાતા પતાશું મળ્યું..  એસઓજી પોલીસને ફોરેન્સિક તપાસ દરમિયાન મળેલા મેસેજના આધારે પાંચ લાખની બનાવટી નોટ સાથે બે ઈસમો ઝડપાયા:બે વોન્ટેડ..

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં ખંડણી કેસની તપાસ કરતી પોલીસને બગાસું ખાતા પતાશું મળ્યું..

એસઓજી પોલીસને ફોરેન્સિક તપાસ દરમિયાન મળેલા મેસેજના આધારે પાંચ લાખની બનાવટી નોટ સાથે બે ઈસમો ઝડપાયા:બે વોન્ટેડ..

પકડાયેલા બન્ને આરોપીઓએ 5 લાખની બનાવટી નોટ તાંત્રિક વિધિથી ઓરીજનલ કરવા ભુવાને સોંપી હોવાનો ખુલાસો…

ગુનાહિત માનસિકતા ધરાવતી મોના-અનિલ ફેસબુકથી સંપર્કમાં આવ્યા બાદ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બન્યા…

દાહોદ તા. ૧૦

દાહોદમાં ખંડણી કેસની તપાસ કરતી પોલીસને બગાસું ખાતા પતાશું મળ્યું.. એસઓજી પોલીસને ફોરેન્સિક તપાસ દરમિયાન મળેલા મેસેજના આધારે પાંચ લાખની બનાવટી નોટ સાથે બે ઈસમો ઝડપાયા:બે વોન્ટેડ..

દાહોદ જિલ્લામાં તાજેતરમાં પરિણીતાના ન્યુડ ફોટા વાયરલ કરી ખંડણી માંગવાના કેસનો દાહોદ પોલીસે પર્દાફાશ કર્યો હતો જેમાં બે યુવકો તેમજ એક મહિલાની સંડોવણી બહાર આવવા પામી હતી આ સમગ્ર પ્રકરણમાં ખંડણીખોરોએ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો હોવાથી આ સમગ્ર કેસની ઝીણવટ ભરી તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને પકડાયેલા ત્રણેય આરોપીઓના મોબાઈલ ફોનની ફોરેન્સિક તપાસ દરમિયાન દાહોદ SOG પોલીસને આરોપીના મોબાઇલમાંથી એક મેસેજ મળ્યો અને આ મેસેજના આધારે કરેલી તપાસ બાદ SOG પોલીસે વધુ એક ચોકાવનારા પ્રકરણનો પર્દાફાશ કર્યો છે જેમાં બે આરોપીઓને પાંચ લાખ ઉપરાંતની બનાવટી નોટો સાથે ઝડપી પાડયા છે જ્યારે આ નકલી નોટો પ્રકરણમાં અન્ય બે લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ઉપરોક્ત પકડાયેલા ઈસમોએ બનાવટી નોટોને તાંત્રિક વિધિ મારફતે ઓરીજનલ કરવા માટે ભુવાને સોંપી હતી SOG પોલીસે ઉપરોક્ત ભુવાના ઘરે છાપામારી કરી પાંચ લાખ ઉપરાંતની બનાવટી ચલની નોટો કબ્જે કરી છે તેમજ બંને વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે

સાયબર ક્રાઇમના નિષ્ણાત ગણાતા પોલીસ અધિક્ષક ડૉ રાજદીપસિંહ ઝાલા ના નિર્દેશનમાં સાયબર ક્રાઇમ તેમજ એસ ઓ જી પોલીસની એક મહિનાની તપાસ દરમિયાન ખંડણી માંગવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં ફરિયાદીના સગા સંબંધી મોના ઉર્ફે મોનાલીસા બામણ તેમજ ફેસબુક મારફતે મિત્રતા કેળવી પ્રેમ સંબંધમાં બંધાયેલા અનિલ પરમાર તેમજ ખંડણી માંગનાર મુખ્ય સૂત્રધાર ધવલ પરમાર સાથે મળી પરિણીતાના ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી 90 લાખ રૂપિયાની માંગણી કરાઈ હતી તે કેસમાં ઝડપાયેલા એક મહિલા સહીત ઝડપાયેલા આરોપીઓએ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હોવાથી SOG પોલીસે ત્રણેયના મોબાઈલ ફોનની ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા પકડાયેલા અનીલ પરમાર અને મોના બામણના મોબાઈલ ફોન માંથી ફોરેન્સિક તપાસમાં બનાવટી નોટો અંગેનો એક મેસેજ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી અને અનીલ પરમાર તેમજ મોના બામણની પુછપરછ બાદ તપાસનો રેલો દાહોદ તાલુકાના તરવાડીયા વજા નિશાળ ફળિયાના મંગળીયા મનુ ડામોર સુધી પહોંચ્યો હતો જેને તેના એક મિત્રની મદદથી બનાવટી નોટો પ્રિન્ટ કરી હોવાનું ચોકાવનારા ખુલાસા સામે આવ્યા હતા પોલીસ પૂછપરછ દરમિયાન મંગળીયા એ તેના મામા કલેશ ટીટુ સંગાડા રહેવાસી ઇટાવા કોટવાલ ફળિયું પાસે મૂક્યું હોવાનું જણાવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી ત્યારબાદ પ્રિન્ટ કરેલી નકલી નોટો અંગે પૂછતા દાહોદ તાલુકાના નાની ખરજ ગામે રહેતા ભીમસીંગ રમસુ ગણાવા કે જે એ ભુવો હોવાથી બનાવટી નોટોને ત્રાંત્રિક વીધી કરી ઓરીજનલ નોટો બનાવી આપવા માટે સોપી હોવાની કબૂલાત કરતા પોલીસે ભુવા કહેવાતા હીમસીંગ નરસુ ગણાવાના ઘરે દરોડો પાડતા તેના ઘરેથી 5,07,500 ની બનાવટી નોટો કબ્જે લઈ અન્ય એક શૈલેષ માનસિંગ મોહનિયા રહેવાસી સારમારિયા તાલુકા ઝાલોદ સહીત ચાર ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો તેમજ આ નોટો ને કલર કરી ઝેરોક્ષ કરાઈ હતી તેમજ આ બનાવટી નોટોના રેકેટમાં સામેલ હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે

 ગુનાહિત માનસિકતા ધરાવતી મોના બામણનું ખંડણી બાદ બનાવટી નોટ પ્રકરણમાં સંડોવણી..??

ઉપરોક્ત પ્રકરણમાં ઝડપાયેલી મોનાલી ઉર્ફે મોના બામણ ગુનાહિત માનસિકતા ધરાવતી હોવાથી ખંડણી માટે પણ તેને તેના સંબંધીની પત્નીનો વિડિઓ ઉપરોક્ત આરોપી સુધી પહોંચાડ્યો હતો તો બીજી તરફ બનાવટી નોટ પ્રકરણમાં તેનું નામ ફલક પર આવતા મોનાલી ઉર્ફે મોના બામણ અન્ય કેટલા પ્રકરણમાં સંડોવાયેલી તે પણ પોલીસ તપાસનો વિષય બની જવા પામી છે

 ખંડણી કેસમાં પકડાયેલા મોના અને અનિલ facebook થી મિત્ર બન્યા બાદ પ્રેમ સબંધમાં બંધાયા હતા.

મોનાલી ઉર્ફે મોના બામણએ પકડાયેલા અનીલ પરમાર સાથે રહી સંબંધીની પત્નીનો કથિત રીતનો વાયરલ થયેલો વિડિઓ આપી ખંડણીનો રેકેટ ઉભો કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો જેમાં અનીલ અને મોના ફેસબુકના માધ્યમથી નજીક આવ્યા હતા બન્ને વચ્ચે મીત્રતા કેળવ્યા બાદ આ બન્ને બોય ફ્રેન્ડ ગર્લ ફ્રેન્ડ તરીકે સંબંધો ધરાવતા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!