રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ એલસીબી પોલીસની કાર્યવાહી:લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝબ્બે કર્યો..
ગરબાડા તાલુકાના માતવા ગામે ફોરવીલર ગાડીમાંથી ૧.૬૭ લાખના મુદામાલ સાથે 4 ખેપિયા ઝડપાયા.
પોલીસે વિદેશી દારૂ તેમજ પાઇલોટિંગ કરનાર એક ફોરવીલર તેમજ બે મોટરસાયકલ સહીત ૭.૬૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરી..
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માતવા ગામેથી દાહોદ એલ.સી.બી. પોલીસે પ્રોહી જથ્થાનું પાયલોટીંગ કરી રહેલ એક ફોર વ્હીલર ગાડી તેમજ બે મોટરસાઈકલને કબજે કરી ચાર ઈસમોની અટકાયત કરી બિયરનો ૧,૬૭,૦૪૦ ના જથ્થા સાથે કુલ રૂા. ૭,૬૭,૦૪૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં વિદેશી દારૂ, જુગારની પ્રવૃતિઓ પર લગામ કરવા, નાસતા ફરતાં આરોપીઓ અને અસમાજીક તત્વોને ઝડપી પાડ માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ ગરબાડા તાલુકાના માતવા ગામે વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે ત્યાંથી એક ફોર વ્હીલર ગાડી તેમજ તેની પાયલોટીંગ કરી રહેલ બે મોટરસાઈકલ ચાલકોને ઝડપી પાડી ફોર વ્હીલર ગાડીમાંથી બિયરની કુલ બોટલો નંગ. ૧૩૯૨ કિંમત રૂા. ૧,૬૭,૦૪૦ના પ્રોહી જથ્થા સાથે એક ફોર વ્હીલર ગાડી તેમજ બે મોટરસાઈકલોની કિંમત મળી પોલીસે કુલ રૂા. ૭,૬૭,૦૪૦ના મુદ્દામાલ સાથે વિકાસભાઈ બાદરભાઈ પલાસ (રહે. માતવા, તળાવ ફળિયા, તા. ગરબાડા, જિ. દાહોદ), હિરમલભાઈ કાળાભાઈ તડવી (રહે. ચીલાકોટા, દુધ માળ ફળિયા, તા. લીમખેડા, જિ. દાહોદ), રાકેશભાઈ પારસીંગભાઈ નિનામા (રહે. મુવાલીયા, નાના લુણધા ફળિયા, તા.જિ. દાહોદ) અને અક્ષયભાઈ નટવરભાઈ ભાભોર (રહે. નેલસુર, તળાવ ફળિયા, તા. ગરબાડા, જિ.દાહોદ) નાઓને પોલીસ ઝડપી પાડ્યો હતાં.
આ સંબંધે દાહોદ એલ.સી.બી. પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————