લીમખેડા તાલુકામાંથી 17 વર્ષીય સગીરાનું લગ્નના ઇરાદે અપહરણ..
લીમખેડા તાલુકામાંથી અગારા ગામના યુવકે એક 17 વર્ષીય સગીરાને લગ્નના ઇરાદે ભગાડી લઈ ગયાનું જાણવા મળેલ છે.
લીમખેડા તા. ૬
પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના અગારા ગામના મિતેશ ભારતભાઈ રાવતે ગત તારીખ 01.09.2023 ના રોજ લીમખેડા તાલુકાની 17 વર્ષીય સગીરા પોતાના કપડા સીવડાવવા દરજી ની દુકાને જવાનું કહી ઘરેથી નીકળી હતી. જ્યાંથી ઉપરોક્ત ઈસમે આ 17 વર્ષની સગીરાને પટાવી,ફોસલાવી,લગ્ન કરવાની લાલચે સગીરાને ભગાડી લઈ જતા અપહરણનો ભોગ બનેલી સગીરાના પિતાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે અગારા ગામના મિતેશ ભારતભાઈ રાવત વિરુદ્ધ અપહરણ તેમજ પોક્સો અંગેનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.