Friday, 11/07/2025
Dark Mode

શ્રાવણીયો જુગાર પૂરબહારમાં…દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ ધમધમતા શ્રાવણીયા જુગારધામ પર પોલીસના દરોડા:22 જુગારીયાઓ ઝડપાયા, એક ફરાર 

August 26, 2021
        3021
શ્રાવણીયો જુગાર પૂરબહારમાં…દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ ધમધમતા શ્રાવણીયા જુગારધામ પર પોલીસના દરોડા:22 જુગારીયાઓ ઝડપાયા, એક ફરાર 

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ

દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:22 જુગારીયાઓ ઝડપાયા, એક ફરાર 

 ઝાલોદ તાલુકાના માંડલીખુટા ગામે દરોડો પાડી 7 જુગારીયાઓને 48 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા 

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદમાં શહેરમાં ધમધમતા જુગારધામ પર એલસીબી પોલીસ ત્રાટકી: 37 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે 11 જુગારીયાઓ ઝડપાયા

દાહોદના ડબગરવાડમાં ખુલ્લામાં જુગાર રમતા 5 જુગારીયાઓ પૈકી 4 જુગારીયાઓ 12 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર 

દાહોદ તા.૨૬

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના માંડલીખુંટા ગામે જાહેરમાં જુગાર રમતાં ૦૭ જુગારીઓને પોલીસે દબોચી લઈ તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૦,૫૯૦ તેમજ મોબાઈલ ફોન, એક્ટીવ ટું વ્હીલર ગાડી મળી કુલ રૂા.૪૮,૫૯૦નો મુદ્દામાલ પોલીસે કબજે લીધાંનું જાળવા મળે છે.

ગત તા.૨૪મી ઓગષ્ટના રોજ ઝાલોદ પોલીસને મળેલ બાતમીના આધારે માંડલીખુંટા ગામે ઉપલા ફળિયામાં જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં જુગાર ધામ પર પોલીસે ઓચિંતી રેડ પાડતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં જેમાં જુગાર રમતાં મહેશભાઈ હરસીંગભાઈ ભાભોર, રામસીંગભાઈ સડીયાભાઈ ભાભોર, સુભાષભાઈ રમસુભાઈ બારીયા, સુમનભાઈ સમસુભાઈ બારીયા (ચારેય રહે. માંડલીખુંટા), અજીતભાઈ ભાવજીભાઈ ડામોર (રહે. કાળી મહુડી, જગા ફળિયું, તા.ઝાલોદ, જિ.દાહોદ), ચિરાગભાઈ રમેશભાઈ ભાભોર (રહે. માંડલીખુંટા, ઉપલું ફળિયું, તા. ઝાલોદ, જિ.દાહોદ) નાને પોલીસે દબોચી લીધાં હતાં અને તેમની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૦,૫૯૦, ૦૩ મોબાઈલ ફોન, ૦૧ એક્ટીવા ટું વ્હીલર મળી પોલીસે કુલ રૂા. ૪૮,૫૯૦નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત સાતેય જુગારીઓ વિરૂધ્ધ ઝાલોદ પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદના ડબગરવાડમાં ખુલ્લામાં જુગાર રમતા 5 જુગારીયાઓ પૈકી 4 જુગારીયાઓ 12 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર 

દાહોદ તા.૨૬

દાહોદ શહેરમાં આવેલ મોટા ડબગરવાડમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા ૦૫ પૈકી ૦૪ જુગારીઓને પોલીસે દબોચી લઈ તેઓની પાસેથી રોકડા રૂપીયા ૧૨,૭૫૫ ની રોકડ રકમ કબજે કરી હોવાનું જાણવા મળે છે જ્યારે ફરાર એક જુગારીના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

ગત તા.૨૫મી ઓગષ્ટના રોજ દાહોદ શહેર પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ શહેરમાં આવેલ મોટા ડબગરવાડમાં રમાતા જુગાર ધામ પર ઓચિંતી રેડ પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. આ રેડમાં પોલીસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં ચિરાગ કમલેશ દેવડા, પિયુશભાઈ કમલેશભાઈ દેવડા, જીતેન્દ્રકુમાર ભિખાભાઈ દેવડા, જગદીશભાઈ અરવિંદભાઈ ડબગર (ચારેય રહે. ડબગરવા, દાહોદ) ને પોલીસે દબોચી લીધાં હતાં જ્યારે ચેતનભાઈ અમરતભાઈ દેવડા (રહે. ડબગરવાડ) પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઝડપાયેલ જુગારીઓની અંગ ઝડતીમાંથી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૨,૭૫૫ ની રોકડ રકમ કબજે કરી પાંચેય જુગારીઓ વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદમાં શહેરમાં ધમધમતા જુગારધામ પર એલસીબી પોલીસ ત્રાટકી: 37 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે 11 જુગારીયાઓ ઝડપાયા

દાહોદ તા.૨૬

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે એલ.સી.બી. પોલીસે જાહેરમાં રમાતા જુગાર ધામ પર ઓંચિતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી પરંતુ પોલીસે ૧૧ જેટલા જુગારીઓને ચારેય તરફથી ઘેરી લઈ ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા રૂપીયા ૩૭,૨૨૦ની રોકડ રકમ કબજે કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગત તા.૨૬મી ઓગષ્ટના રોજ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે બારીઆ રોડ, પાણીની ટાંકી પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો રમાતા જુગાર ધામ પર ઓંચિતો છાપો મારી જુગાર રમતાં રસીદભાઈ ફારૂકભાઈ ઘાંચી, ઈરફાનભાઈ ફારૂકભાઈ ઘાંચી, સલીમભાઈ ગનીભાઈ મન્સુરી, મોસીનભાઈ ઈસ્માઈલભાઈ ઘાંચી, રોહીતભાઈ બકાભાઈ સોલંકી, ભરતભાઈ ગોપાળભાઈ ડાયરા, હિંમતસિંહ કલસિંહ પટેલ, ગોવિંદભાઈ અમરસિંહ વણઝારા, લલીતકુમાર રમણભાઈ બારીયા, નિકુલભાઈ વાસુભાઈ ગોહીલ અને સુનીલભાઈ રાજેન્દ્રભાઈ ભાટીયા (તમામ રહે. પીપલોદ અને અસાયડી)નાઓને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. ઝડપાયેલા ઉપરોક્ત જુગારીઓની અંગ ઝડતી અને દાવ પરથી પોલીસે કુલ રોકડા રૂપીયા ૩૭,૨૨૦ની રોકડ રકમ કબજે કરી હતી અને ઝડપાયેલ જુગારીઓ વિરૂધ્ધ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પીપલોદ પોલીસે તમામ ઝડપાયેલ જુગારીઆએ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!