
રાહુલ ગારી :- ગરબાડા
ટૂંકીવજુ ગામ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું
ગરબાડા તા. ૩
ગરબાડા તાલુકાના ગામ ખાતે કાકોલ ફળીયા માં આવેલ મુખ્ય પ્રાથમિક શાળા માં અન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શાળામાં ચિત્ર સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના 35 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ શાળામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવેલ વિદ્યાર્થીઓને પ્રોહસાન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા તથા આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ગરબાડા વન વિભાગના આર.એફ.ઓ એમ એલ બારીયા તેમજ વન વિભાગ દ્વારા પેન્સિલ રબર સ્કેચ પેન આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..