રાહુલ ગારી :- ગરબાડા
ગાગરડામાં ગ્રામસભામાં સરપંચ અને તલાટી ગેરહાજર રહેતા ગ્રામ સભા મોકૂફ રખાઈ
ગરબાડા તા. ૩
ગરબાડા તાલુકાના ગાંગરડામાં તા.૦૨ / ૧૦ / ૨૦૨૩ ને સોમવારના રોજ બીજી ગ્રામસભા બપોરના ૧:૦૦ ગ્રામ સભા હતી પરંતુ ગ્રામજનોને અગાઉથી જાણ ન કરાતા તેમજ ગ્રામસભામાં સરપંચ તથા તલાટી હાજર ન રહેતા ગ્રામસભામાં ખૂબ રાખવામાં આવી હતી આર.એ.ગડરીયા ઓના પ્રતિનિધિ આરોગ્ય વિભાગ, આંગણવાડી વિભાગ, શિક્ષણ વિભાગના કર્મચારીઓ તથા ગ્રામજનો હાજર રહેલ જે ગ્રામસભામાં ગ્રામ પંચાયતના સરપંચ તથા ત.ક.મંત્રી દ્વારા ગ્રામજનોને ગ્રામસભા બાબતે કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી તથા ગ્રામસભામાં ગ્રામ પંચાયતના સરપંચ તથા ત.ક.મંત્રી જ હાજર ન રહ્યા હતા જેથી ગ્રામસભામાં ઉપસ્થિત તમામ ગ્રામજનોએ ગ્રામસભા મોકૂફ રાખવાનું અને નવી તારીખ અને સમયે ખાસ ગ્રામસભા જિલ્લા કક્ષાના તમામ વિભાગના અધિકારીઓની હાજરીમાં બોલાવવામાં આવે જેની જાણ ગ્રામજનોને અઠવાડીયા પહેલાં કરવામાં આવે તેવી જિલ્લાના વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે..