
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા કલેકટર હર્ષિત ગોસાવી..
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય લક્ષી સેવાઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા …
ગરબાડા તા. ૩
દાહોદ કલેકટર હર્ષિત ગોસાવી આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડાની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન કલેકટર દ્વારા આયુષ્માન ભવઃ ઝુંબેશ,સંકલ્પ સપ્તાહ અંતર્ગત ‘સંપૂર્ણ સ્વાસ્થ્ય’અને વિવિધ આરોગ્યલક્ષી યોજનો અને સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું ઉપરાંત કલેકટર હર્ષિત ગોસાવી એ આરોગ્ય યોજનાઓના સંતૃપ્તિ કવરેજની ખાતરી કરવા માટે જરૂરી સૂચનો અને મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું હતું..