કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના બરોડા (ર) ને નાની મંડેર જોડતા પુલ પર રસ્તાનું ધોવાણ થતા અકસ્માતનો ભય…
સીંગવડ તા. ૨
સિંગવડ તાલુકાના માતાના પાલ્લા થઈને બરોડા (ર) ને નાની મંડેર જોડતો રપટફૂલ નદી પર બનાવવામાં આવ્યો છે જ્યારે હમણાં થોડા સમય પહેલા ત્રણ દિવસ વરસાદ પડવાથી આ રપટ પુલ નું એક સાઈડ નું ધોવાણ થઈ જતા આ પુલ પર મોટો ખાડો પડી જતા આ પુલ પરથી મંડેર હાંડી અગારા થઈને સંજેલી જતો રસ્તો જે ચાલુ હોવાના લીધે આ પુલ પરના ખાડા નો આજ દિન સુધી સરકારી તંત્ર દ્વારા પૂરવામા નહીં આવતા આ નદી પરનો પુલનો ખાડો કોઈનો પણ ભોગ લેશે તેમ લાગી રહ્યું છે જ્યારે આ પુલ પર ખાડો પડ્યો ને ઘણો ટાઈમ થઈ ગયો હોવા છતાં તે ખાડાને આજ દિન સુધી પૂરવા મા નહીં આવતા ખાડા ના લીધે રોડની એક સાઇડ ચાલતી હોય છે અને કોઈ વાહન આવી જાય તો આ રસ્તાના ખાડાના લીધે તે વાહનો ઉભા રહેવાનો વારો આવ્યો છે જો ખરેખર રાત મધરાતે કોઈ અજાણ્યું વાહન ચાલક ત્યાંથી ધ્યાન નહીં રહે તો મોટો એકસીડન્ટ થઇ શકે તેમ છે જ્યારે આ ખાડા પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રણધીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે કે રાઠોડ દ્વારા તાત્કાલિક તેમના પોલીસ સ્ટેશન માંથી બેરેક લઈ જઈને મૂકવામાં આવ્યા છે જ્યારે નાળા તથા રસ્તાના અધિકારીઓ દ્વારા આ નાળા નુ પુરણ કામ કરાશે કે પછી કોઈ મોટું એકસીડન્ટ થાય તેની રાહ દેખાઈ રહી છે તેમ વાહન ચાલકો તથા આજુબાજુના લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે..