કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકામાં બજરંગ દળ ની શોર્ય જાગરણ યાત્રાનું આગમન…
સીંગવડ તા. ૨
સિંગવડ તાલુકામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા શોર્ય જાગરણ યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું જ્યારે 23.9.2023 ના રોજ મહિસાગર જિલ્લાના માનગઢ ધામથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.જે બાદ પંચમહાલ જિલ્લામાં ફરીને દાહોદ જિલ્લામાં ફરતી ફરતી ભમરેજી માતાના મંદિરે 1.1
2023 સાંજે 7:00 વાગે આવી પહોંચી હતી.જ્યારે આ શોર્ય જાગરણ યાત્રા આવી પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તા દ્વારા માં ભમરેચી માતાના મંદિરના પટાંગણા માં શોર્ય યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે ભમરેચી માતાના મંદિરે આરતી ઉતારવામાં આવી હતી ત્યાંથી શોર્ય યાત્રા નીચવાસ બજાર થઈ રાધાકૃષ્ણ મંદિર આવી પહોંચી હતી ત્યાં પણ શોર્ય યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ને આરતી ઉતારવામાં આવી હતી તથા પ્રસાદ આપવામાં આવ્યું હતું ત્યાંથી પીપલોદ રોડ ચુંદડી રોડ તથા સંજેલી રોડ આખા નગરમાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યારે શોર્ય જાગરણ યાત્રા માં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા જ્યારે રમણભાઈ બારીયા વિશ્વ હિન્દુ પરિષદ તથા યાત્રા વિભાગના સંયોજક અને ગોવિંદભાઈ નટ દાહોદ જિલ્લા યાત્રાના પ્રમુખ તથા વિભાગના કર્મચારીઓ સંપર્ક પ્રમુખ મુકેશભાઈ હઠીલા સીંગવડ પ્રખર વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી તથા યોગેશભાઈ જયસ્વાલ કાર્યકર્તા તથા સિંગવડ નગર ના બજરંગ દળ ના કાર્યકર્તાઓ દ્વારા યાત્રાને શાંતિપૂર્ણ રીતે આખા નગરમાં રાત્રી દરમ્યાન ફેરવીને મા ભમરેજી પર રાત્રિ રોકાણ કરી સવારે 9:00 કલાકે લીમડી જવા રવાના થઈ હતી જ્યારે આ કાર્યક્રમમાં રણધીપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.