નવીન સિકલીગર,પીપલોદ
દેવગઢ બારિયામાં ૬૭ મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા ૨૦૨૩ – ૨૦૨ ૪ નું જીલ્લા કક્ષા ક્રિકેટ સ્પર્ધા યોજાઈ…
પીપલોદ તા.01
દેવગઢ બારીયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત જીલ્લા રમત ગમત વિકાસ અધિકારીની કચેરી, સ્વ. જયદીપસિંહ રમત પ્રશિક્ષણ કેન્દ્ર, દેવગઢબારીઆ દાહોદ દ્વારા ૬૭ મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા ૨૦૨૩ – ૨૦૨ ૪ નું જીલ્લા કક્ષા ક્રિકેટ સ્પર્ધા અં – ૧૪/૧૭/૧૯ ભાઈઓનું સ્પર્ધાનું આયોજન સ્વ. જયદીપસિંહ રમત ગમત સંકુલ ખાતે શ્રીમંત મહારાજા અને
પૂર્વ ધારાસભ્યશ્રી તુષારસિંહજી બાબા સાહેબ ના હસ્તે ટોસ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યુંહતું. જેમાં ભાગ લેનાર તમામ ટીમોને મહારાજા તુષારસિંહજી બાબા દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.