રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં મુસ્લિમ સમાજ દ્રારા જસ્ને ઈદે મિલાદુન્નનબીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો
શહેરના હુસેની ચોકમાં નીકળેલા ઈદે મિલાદુન્નનબીનો જુલુસ શહેરના વિવિધ માર્ગો પર ફર્યો.
ઠક્કર ફળીયા ખાતે જુમ્માની વિશેષ નમાઝ અદા કરાઈ, ઠેર-ઠેર પાણીના સ્ટોલ ઉભા કરાયા.
નગરપાલિકાના જન પ્રતિનિધિઓ,તેમજ ભાજપના હોદ્દેદારો દ્વારા જુલુસનું સ્વાગત કરાયું..
દાહોદ તા.29
દાહોદ શહેરમાં જસ્ને ઈદે મિલાદની ઉજવણીના ભાગરૂપે મુસ્લિમ બિરાદરો દ્વારા બીજા દિવસે ભવ્ય જુલુસ કાઢી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારત ભરમાં હિન્દૂ અને મુસ્લિમ સમાજના અંનત ચતુર્દંરશી અને ઈદે મિલાદના પર્વો એકજ દિવસ હોય અને બન્ને સમાજના તહેવારો શાંતી પૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે દાહોદના મુસ્લિમ સમાજે એતિહાસિક નિર્ણય લીધો હતો જેમાં મુસ્લિમ સમાજનો ઈદે મિલાદનો પર્વ પણ ગણેશ વિસર્જનના દિવસે આવતો હોય ત્યારે બન્ને તહેવારોની ઉજવણીમાં શાંતિનો પલીતો ન ચિપાય તે માટે 28 મી સપ્ટેમ્બરના દિવસે ઈદે મિલાદનું જુલુસ ન કાઢી અને 29 મી સપ્ટેમ્બરના દિવસે ઈદે મિલાદના પર્વનું જુલુસ શહેરના કસ્બા વિસ્તારથી સવારના સમયે નીકળી ઠક્કર ફળીયા ખાતે શુક્રવારની નમાજની અદાયગી કરી અને ફરીથી આ જુલુસનો પ્રારંભ ઠક્કર ફળીયા ખાતેથી કરવામાં આવ્યો હતો અને જુલુસ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પરત કસ્બા વિસ્તારમાં પરત ફર્યુ હતું. શહેરના તમામ સ્થળોએ સમાજના આગેવાનો દ્વારા ખાણીપીણીના સ્ટોલ પણ મુકવામાં આવ્યાં હતાં ત્યારે આ જુલુસનું ઠેર ઠેર રાજકીય અને સામાજીક લોકો દ્વારા જુલુસનુ સ્વાગત પણ કર્યુ હતું.
દાહોદ શહેર સહિત જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદની ઉજવણી અંતર્ગત જુલુસે મોહમ્મદીનું ભવ્ય જુલુસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઈસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ સાહેબનો જન્મ હિજરી સન ૫૭૦ના ત્રીજા માસમાં એટલે રબીઉલ અવ્વલની ૧૨મી તારીખે અરબસ્તાનના મક્કા શહેરમાં થયો હતો ત્યારથી મુસ્લિમ બિરદરો દ્વારા તેઓના જન્મ દિને જસ્ને ઈદે મિલદુન્નનબી તરીકે મનાવવામાં આવે છે. ઈદનો મતલબ ખુશી અને મિલાદુન્નબીનો મતલબ નબીના જન્મની ખુશી એટલે તેમના જન્મદિનને ઈદે મિલાદુન્નનબી તરીકે ઓળખવામાં આવે છે. દાહોદ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઈદે મિલાદ પર્વ નિમિત્તે દાહોદ શહેરની વિવિધ મસ્જિદોમાં ઈસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મ દિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. કસ્બા વિસ્તારથી સવારે જુલુસે મોહમંદીનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં શહેરના મુસ્લિમ બિરાદરો નાત સલાતો સલામના પઠન સાથે જાેડાયા હતાં. જુલુસમાં માનવસાગર લહેરાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. સરકાર કી આમદ મરહબા દીલદાર કી આમદ મરહબાના ગગન ભેદી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.અને શાંતી પૂર્ણ માહોલ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈદે મિલાદના જુલુસની ઉજવણી પૂર્ણ થઈ હતી…