
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ ધમધમતા શ્રાવણિયા જુગાર ધામ પર પોલીસના દરોડા: ૮ શકુનીઓ ઝડપાયા એક ફરાર
દાહોદ તા.22
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ ધમધમતા શ્રાવણિયા જુગાર ધામ પર પોલીસે દરોડો પાડી કુલ 8 જુગારીયાઓને મુદ્દામાલ સાથે ઝડપી જેલ ભેગા કર્યા હતા. જયારે એક જુગારી પોલીસના દરોડા દરમિયાન ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.
દે. બારીયા તાલુકાના પીપલોદ પાણીની ટાંકી પાસે જાહેરમાં ચાલતા જુગારધામ પર પોલીસે ઓચિંતો છાપો મારી જલાલભાઇ મજીદ ભાઇ પઠાણ,પીપલોદ, વાહિદ અબ્દુલ લતીફભાઇ ચાઠાણ પીપલોદ બારીયા રોડ બરોડા બેન્કની પાસે,હનીફભાઈ રસુલભાઇ,દેખોટીયા ઘાંચી, પીપલોદ બારીઆ રોડ ને ઝડપી પાડી અંગ ઝડતી માંથી રૂપિયા .12000 દાવ ઉપરથી મળેલ રૂપિયા ૩,૭૨૦ -મળી 15,700 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા
શ્રાવણિયા જુગારનો બીજો બનાવ દાહોદ તાલુકાના રળીયાતી ગામે બનવા પામ્યો છે. જેમાં દાહોદ તાલુકાના રળીયાતી ગામે જાહેરમાં ધમધમતા શ્રાવણીયા જુગારધામ પર ત્રાટકેલી તાલુકા પોલીસેવિક્રમભાઈ હિરૂભાઈ સાંસી રહે.રળીયાતી સાસીવાડ, પપુભાઇ માંગીલાલ સાંસી રહે.રળીયાતી સાંસીવાડ,ભોલાભાઈ કેલાશભાઈ સાંસી રહે.ગલાલીયવાડ દ્રસ્ટ્રી નેત્રાલય પાછળ આઝાદભાઈ લખનભાઈ સાંસી રહે.રળીયાતી સોસીવાડ,શનિભાઈ અમરસિંગભાઈ ડાંગી રહે.રળીયાતી અર્બન હોસ્પીટલ પાસેને ઝડપી પાડી તેમની અંગ ઝડતીમાંથી .૧૧,૨૩૦ રોકડ તથા સ્થળ દાવ પરથી જુગાર રમવાના સાધનો,પાના પતા, સ્થળ દાવ પરથી ૩,૨૦૦ તેમજ મોબાઈલ મળી કુલ .૧૪,૮૩૦ નો મુદામાલ સાથે ઝડપી પાડી જેલભેગા કર્યા હતા. જયારે સાગરભાઈ નર્સિંમહાભાઈ સાંસી, રળીયાતી રોડ ભાગી છૂટવામાં સફળ રહેતા પોલીસે પકડવાના ચક્રોગતિમાન કર્યા છે