ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં શાંતિપૂર્વક માહોલમાં ઈદે મિલાદની ઉજવણી કરાઈ..
સંતરામપુર તા. ૨૮
સંતરામપુર નગરમાં મુસ્લિમ બિરા દો દ્વારા ઈદે મિલાદના ભાગરૂપે જુલુસ કાઢવામાં આવેલું હતું એક જ દિવસ બે તહેવાર હોવાના કારણે પોલીસ વિભાગ દ્વારા ડ્રોન કેમેરાથી બાદ નજર રાખી હતી જ્યારે સંતરામપુરમાં લોખંડી ચુસ્ત બંદોબસ્ત સાથે કરવામાં આવેલું હતું મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સમાં જોડાયા હતા જુમ્મા મસ્જિદ પાસેથી જુલુસ ની શરૂઆત કરીને પીપળી ફળિયા મરકસ મજબૂત પાસે ટાવર રોડ ભોયવાડા લુણાવાડા રોડ બસ સ્ટેન્ડ ચાર રસ્તા થઈને જુમ્મા મસ્જિદ પાસે સંપન્ન કરવામાં આવેલું હતું. તમામ મુસ્લિમ બિરાદરો આ જોડાયા હતા નાના-મોટા બાળકો યુવાનો હઝરત મોહમ્મદ મુસ્તફા સલલ્લાહો તાલા ના જન્મદિવસ પર જુલુસ કાઢીને મિલાદની ઉજવણી કરી હતી
જ્યારે કમિટી આ ઈદે મીનાદ નિમિત્તે ચાર દિવસ બાળકોનું જલસા નો કાર્યક્રમ યોજવામાં આવશે કમિટી દ્વારા મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ હાજી અસ્પાકભાઈ ભૂરા સલામ ભાઈ ગટલી નિશાળભાઈ ખેડાપા વાળા તમામ આગેવાનોએ મહીસાગર જિલ્લાના ડીવાયએસપી અને તમામ પોલીસ વિભાગ સ્ટાફનો સાથ અને સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે જામા મસ્જિદના પેસમાં હજરત ફહીમ રજા શાંતિ અમનનો સંદેશો પાઠવ્યો હતો. સુન્ની મસ્જિદન પેસ ઈમામ આ જુલુસમાં જોડાયા હતા એક જ દિવસ બે તહેવાર હોવા છતાંય મુસ્લિમ બિરાદરો શાંતિપૂર્વક પોલીસ પ્રશાસનને સાત અને સહકાર આપીને શાંતિ અમનનું પ્રતીક બતાવ્યું હતું.