
જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણઝાર…
દાહોદ જિલ્લામાં ત્રણ જુદી-જુદી જગ્યાએ સર્જાયેલ માર્ગ અકસ્માતોમાં બે યુવક સહિત ચારનાં મોત: એક મહિલા સહિત બે વ્યક્તિઓ ઘાયલ
દાહોદ જિલ્લામાં બેફિકરાઈ ભર્યા ડ્રાઇવિંગ તેમજ પૂરઝડપના કારણે માર્ગ અકસ્માતોમાં નોંધપાત્ર વધારો..
દાહોદ તા.22
દાહોદ જિલ્લામાં દિન-પ્રતિદિન માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ માર્ગ અકસ્માતોમાં ચાર લોકો મોતને ભેટયા છે જ્યારે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
માર્ગ અકસ્માત નો પહેલો બનાવ દાહોદ તાલુકાના ઓકે ગામે ગત તારીખ 20.08.2021 ના રોજ સાંજના પાંચ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં ગરબાડા તાલુકાના આમલી ખજુરિયા ગામના જાનુભાઈ દલાભાઈ મિનામાં તેમજ તેમની પત્ની ટીનાબેન પોતાની જીજે-20-એ.એન- 4401 નંબરની મોટરસાઇકલ લઇ દાહોદ કોઈ કામ અર્થે આવી રહ્યા હતા.ત્યારે રસ્તામાં ડોકી ગામે પૂર ઝડપે આવેલા અજાણ્યા પીકઅપના ચાલકે જાનુભાઈ મીનામાની મોટર સાઇકલ ને અડફેટે લેતા બંને પતિ-પત્ની ગાડી પરથી જમીન પર પટકાતા તેઓને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા જાનુ ભાઈ મિનામાંનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ટીના બેનને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપરોક્ત બનાવ સંદર્ભે મરણ જનાર જાનુ ભાઈની પત્ની ટીના બેને દાહોદ રૂલર પોલીસ મથકે અજાણ્યા પીકપ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પીક અપ ઝાલાપુર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજો બનાવ ઝાલોદ તાલુકાના ઠુઠી કંકાસીયા બાયપાસ રોડ ઉપર ગત તારીખ 21.8.2019 ના રોજ બપોરના ૧૨ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો.જેમાં ચિત્રોડીયા ગામના મિનેષ ભાઈ કાળુભાઈ કટારા પોતાની જીજે-1-ડીપી-4831 નંબરની મોટરસાયકલ લઈ ઝાલોદ શાકભાજી લેવા ગયા હતા તે સમયે સામેથી જીજે-20-એજ઼ી-2496 મોટર સાયકલના ચાલકે પુરઝડપે ગાડી હંકારી લાવી દિનેશભાઈ કાળુભાઈ કટારાની મોટરસાયકલ સાથે ટક્કર થતા દિનેશભાઈ ફંગોળાઈને જમીન પર પટકાતા તેઓનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે ઉપરોકત બનાવ સંદર્ભે ચિત્રોડીયા ગામના શૈલેષભાઈ મથુરભાઈ કટારાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો ત્રીજો બનાવ લીમખેડા તાલુકાના દાભડા ગામે ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ગત તારીખ ૨૧ના રોજ રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે બનવા પામ્યો છે.જેમાં જીજે-23-વી-0741 નંબરના આઈસર ટેમ્પો ચાલકે જીજે-20-એઆર-5217 નંબરની બુલેટ પર લીમખેડા તળાવ ફળિયા ૨૪ વર્ષથી શિવરામ વીરસીંગભાઈ નિનામા, ૨૨ વર્ષીય ઇશ્વરભાઇ ભયલાભાઇ નીનામા તેમજ ધર્મેશભાઈ નામક યુવક પસાર થતા ટેમ્પો ચાલકે બુલેટ ગાડીને અડફેટે લેતા બાઈક પર સવાર ત્રણેય યુવકો ફગોલાઇને જમીન પર પટકાતા શિવરામભાઈ તેમજ ઈશ્વરભાઈનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત પૂછ્યું હતું ત્યારે ધર્મેશભાઈને શરીરે ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ભૂકંપ બનાવ સંદર્ભે નરેશભાઈ વીરસીંગભાઇ નીનામાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે આઇસર ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.