રાજેશ વસાવે :- દાહોદ
કોરોના કાળથી બંધ પડેલી ટ્રેન નવા સ્વરુપે મળતા સુવિધામાં વધારો થતા આનંદની લાગણી…
વડોદરા-દાહોદ સ્પે.મેમુ ટ્રેન ત્રણ વર્ષે શરૂ થતા દાહોદમાં સાંસદ, ADRM ના હસ્તે સ્વાગત:લોકો પાયલોટનું શાલ ઓઢાડી મોં મીઠુ કરાવ્યું…
૧૨ કોચ ની અધતન સુવિધાથી પરિપૂર્ણ ઈ મેમુ ટ્રેન દાહોદ પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરાયું..
ગરીબ અને મઘ્યમવર્ગ માટે લાઇફલાઇન ગણાતી મેમુ ટ્રેન શરૂ થતાં આનંદની લાગણી છવાઈ, વલસાડ દાહોદ ઇન્ટરસિટીનું ચાતક નજરે ઇન્તજાર…
દાહોદ તા.26
દાહોદવાસીઓની છેલ્લા ઘણા સમયથી વલસાડ ઇન્ટરસિટી તેમજ વડોદરા દાહોદ મેમુની માંગ ઉગ્ર બનવા પામી હતી. આખરે લાંબા સમય બાદ સાંસદના પ્રયાસોથી રેલવે મંત્રાલયે દાહોદને નવી મેમુ ટ્રેનની સોગાદ ગણેશ ચતુર્થીના દિવસે ભેટ સ્વરૂપે મળતા દાહોદવાસીઓમાં બેવડા આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.ત્યારે આજરોજ આ ટ્રેન દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચતાં દાહોદના સાંસદ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા કોરોના કાળમાં બંધ પડેલી વલસાડ-દાહોદ ઇન્ટરસીટી, આણંદ -દાહોદ મેમુ, દાહોદ-વડોદરા જેવી નાના અને મધ્યમ વર્ગ માટે લાઈફ લાઈન ગણાતી ટ્રેનો તેમજ અંત્રેથી પસાર થતી મહત્વપૂર્ણ સુપરફાસ્ટ ટ્રેનોના સ્ટોપજ માટે રેલ મંત્રી અશ્વિની વેષ્ણવ, રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષ, રાવ સાહેબ પાટીલ દાનવે જાડે રૂબરૂ મુલાકાત કરી ઉપરોક્ત ટ્રેનો ફાળવવા લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યારે સાંસદ જશવંતસિંહ દર્શનાબેન જરદોષ, રાવ સાહેબ પાટીલ દાનવે જાડે રૂબરૂ મુલાકાત કરી ઉપરોક્ત ટ્રેનો ફાળવવા લેખિતમાં રજૂઆત કરી હતી. ત્યારે સાંસદ જશવંતસિંહ ભાભોરની રજૂઆતો તેમજ દાહોદ વાસીઓની લાંબા સમયની માંગ ને ધ્યાને લઇ રેલવે તંત્રે ગણેશ ચતુર્થી ટાણે દાહોદ વાસીઓને નવી મેમુની સોગાદ ભેટ ધરી છે.
મોઢુ મીઠુ કરાવી એન્જીન ડ્રાઈવરનુ પણ સન્માન કરાયુ..
વડોદરા-દાહોદ વચ્ચે શરૂ થનારી મેમુ ટ્રેનની શરૂઆત આજથી થઈ ચુકી છે. જેમાં રેલવે દ્વારા જાહેર કરાયેલા ટાઈમટેબલ અનુસાર આ ટ્રેન બન્ને દિશાઓમાં છાયાપુરી, પિલ્લોલ, સમલાયા, ચાંપાનેર રોડ,બાંકરોલ,ડેરોલ, ખરસાલિયા, ગોધરા, કાનસુધી, ચંચેલાવ, સંતરોડ, પીપલોદ,લીમખેડા,મંગળ મહુડી, ઉસરા, જેકોટ અને રેંટિયા સ્ટેશનો પર રોકાણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદથી શરૂ થનારી વડોદરા નવી મેમુ ટ્રેનનો પ્રારંભ કરાતા આનંદની લાગણી ફેલાવા પામી છે.દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર,દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી,સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નવ નિયુક્ત હોદ્દેદારોએ આજે બપોરે આ મેમુ ટ્રેનનુ દાહોદ રેલવે અને આવતા લોકો પાયલોટનું મોઢું મીઠુ કરાવ્યુ હતુ અને એન્જીન ડ્રાઈવરનુ પણ સન્માન કરવામાં આવ્યુ હતુ.જોકે સાંસદ જશવંતસિંહ ભાભોરે મોદી સરકાર દ્વારા દાહોદ રેલવેને અપાયેલી વિવિધ સોગાદો બદલ આભાર વ્યક્ત કર્યો હતો. 20 હજાર કરોડ રુપિયા જેટલી રકમ સાથે અત્યાધુનિક એન્જીન બનાવવાનો પ્લાન્ટ દાહોદ રેલવે કારખાનાને ફાળવવાની ઘટના નાની નથી તેમ જણાવ્યુ હતુ.સાથે જ તેઓએ દાહોદ વલસાડ ઈન્ટરસીટી શરુ કરાવવામાં વિલંબ બાબતે દીલગીરી વ્યક્ત કરી આ ટ્રેન પણ શરુ કરવા હૈયાધારણ આપી હતી.
મેમૂ ટ્રેનમાં એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડિસ્પ્લે, સીસીટીવીથી સજ્જ હશે, 30% વીજળી બચાવશે..
આજથી શરૂ થનાર વડોદરા-દાહોદ મેમૂ માટે રેલવેના નવા આયામો મુજબનો રેક તૈયાર થયેલો છે. ટ્રેન ચાલવાની સાથે જ તેમાં રહેલી વિશેષ સુવિધાઓને પગલે વીજળીનું ઉત્પાદન થશે અને તેનાથી 30 ટકા વીજળીની બચત થશે. રેલવે દ્વારા તેને થ્રી ફેઝ રેક તરીકે ઓળખવામાં આવે છે.આ ટ્રેનમાં કેટલીક વિશેષ સુવિધા મુસાફરોને જોવા મળશે. જેમાં મુંબઈની સમર્પણ ટ્રેનની જેમ એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડિસ્પ્લે, સીસીટીવી કેમેરા અને બાયો ટોઇલેટની સુવિધા છે. આ ટ્રેન 12 કોચ સાથે ચલાવાશે.
વંદે ભારત જેવા એર સસ્પેન્શનથી ઝાટકા નહીં લાગે
લોકલ ટ્રેન તરીકે કાર્યરત થનાર વડોદરા-દાહોદ મેમ્ ટ્રેનના રેકમાં એર સસ્પેન્શન લગાવવામાં આવ્યા છે, જેથી વંદે ભારત ટ્રેન જેવો અનુભવ મુસાફરોને થશે. આ ટ્રેનમાં કેટલીક વિશેષ સુવિધા મુસાફરોને જોવા મળશે. જેમાં મુંબઈની સમર્પણ ટ્રેનની જેમ એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડિસ્પ્લે, સીસીટીવી કેમેરા અને બાયો ટોઇલેટની સુવિધા છે. ટ્રેન 12 કોચ સાથે ચલાવાશે..