વિનોદ પંચાલ :- દાહોદ
દાહોદના બહારપુરામાં બિલ્ડીંગના ત્રીજા માળે આગ લાગતા ઘરવખરીનો સામાન બળ્યો..
આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ: મકાન માલિકને વ્યાપક નુકસાન…
દાહોદ તા.26
દાહોદ શહેરના બહારપુરામાં બિલ્ડીંગના ત્રીજા માળે ઓચિંતો આગ લાગવાનો બનાવ સામે આવતા દાહોદના ફાયર બિગ્રેડની ટીમ તેમજ સ્થાનિક પોલીસ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગ ઉપર પાણીનો માળો ચલાવી આગ ઓલવી દીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના મધ્યમાં આવેલા તેમજ ગીચ વિસ્તાર ગણાતા બહારપુરામાં એક બિલ્ડીંગ ના ત્રીજા માળે ઓચિંતી આગ લાગવાનો બનાવ સામે આવતા આસપાસમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ સ્થાનિકોએ આગના બનાવની જાણ દાહોદના ફાયર બ્રિગેડના જવાનોને કરતા ફાયર બ્રિગેડના લાશકરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી થોડીક જ વારમાં આગને કાબુમાં લેતા આ ઓલવાઇ ગઈ હતી પરંતુ આગના બનાવના પગલે ઘરમાં મુકેલો યાંત્રિક ઉપકરણ તેમજ અન્ય સામાન બળી જવા પામ્યો હતો. જોકે આગ કયા કારણોથી લાગી હતી. એ હાલ બહાર આવી શકાયું નથી પરંતુ આજ્ઞા બનાવવામાં મકાન માલિકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવી રહ્યું છે.