Thursday, 30/11/2023
Dark Mode

દાહોદ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ વિજય મુહૂર્તમાં પદભાર ગ્રહણ કર્યો.

September 26, 2023
        3067
દાહોદ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ વિજય મુહૂર્તમાં પદભાર ગ્રહણ કર્યો.

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ વિજય મુહૂર્તમાં પદભાર ગ્રહણ કર્યો.

 

દાહોદ તા.25

દાહોદ તાલુકા પંચાયતમાં દાહોદના સાંસદ, દાહોદ ગરબાડા લીમખેડા ના ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, સહિતના મહાનુભાવો ની ઉપસ્થિતિમાં નવનિયુક્ત નિમાયેલા પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ વિજય મુહૂર્તમાં વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો.જેમાં તાલુકા પંચાયત ખાતે કચેરી ખાતે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ,હોદ્દેદારો કાર્યકર્તાઓ, તાલુકા જિલ્લાના સભ્યો, સરપંચો, નવનિયુક્ત હોદ્દેદારોનો સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દાહોદ નગરપાલિકા,જિલ્લા પંચાયત, તેમજ 9 તાલુકા પંચાયતના નિયુક્તિ પામેલા પ્રમુખ પ્રમુખ તેમજ અને હોદ્દેદારોની આજરોજ જે તે તાલુકા પંચાયતોમાં વિધિવત રીતે પદભાર ગ્રહણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દાહોદ તાલુકા પંચાયતના નવનિયુક્ત અરવિંદબેન મતાભાઈ કિશોરી, ઉપ પ્રમુખ તરીકે નેતાભાઈ માવી તેમજ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પક્ષના નેતા, તથા દંડકે પણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પદ ભાર ગ્રહણ કર્યો હતો. દાહોદના લોકલાડીના સાંસદ જશવંતસિંહ ભાભોર, ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, લીમખેડા ના ધારાસભ્ય શૈલેશ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર પદાધિકારીઓ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકાના સભ્યો સરપંચો તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને પદભાર ગ્રહણ કરનાર નવનિયુક્ત હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!