
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદ તાલુકાના રાબડાલ ગામે રેંકડા તેમજ ઓટો રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત..
દાહોદ તા.૨૧
દાહોદ તાલુકાના રાબડાળ ગામે એક રેકડાના ચાલકે પોતાના કબજાનો રેકડો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી એક ઓટો રીક્ષાને અડફેટમાં લેતાં અંદર સવાર એક વ્યક્તિને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૧૭મી ઓગષ્ટના રોજ એક રેકડાના ચાલકે પોતાના કબજાનો રેકડો પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રાબડાળ ગામેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન ત્યાંથી એક ઓટો રીક્ષા પસાર થતાં રેકડાના ચાલકે ઓટો રીક્ષાને અડફેટમાં લેતાં ઓટો રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી અને અંદર સવાર પંકજભાઈ રતીયાભાઈ ગુંડીયાને હાથે ફેક્ચર તેમજ માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને દવા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન પંકજભાઈ રતીયાભાઈ ગુંડીયાનું મોત નીપજતાં આ સંબંધે દાહોદ તાલુકાના બોરડી કોટડાબુઝર્ગ ગામે માળ ફળિયામાં રહેતાં મહેન્દ્રભાઈ હીમસીંગભાઈ ગુંડીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
————————————-