સિંગવડના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં X-Ray મશીન ઇન્સ્ટોલેશનના અભાવે બિન ઉપયોગી બની…
સીંગવડ તા. ૨૨
સિંગવડના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઘણા લાંબા સમયથી એક્સરે મશીનની માંગ હતી કે મશીન અહીંયા આવે તો દર્દીઓનો દાહોદ કે ગોધરા જઈને એક્સ રે કરાવવા પડતો હતો અને એને ધ્યાનમાં રાખીને સિંગવડના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક્સ રે મશીન આપવામાં આવ્યું પરંતુ આ એક્સરે મશીનને ફિટિંગ કરવામાં નહીં આવતા એક્સરે મશીન ખાલી શોભા ના ગાંઠિયા સમાન પડી રહ્યું તેમ છે જ્યારે સરકાર દ્વારા આપવામાં આવ્યું તો પછી સાથે તેને જલ્દીથી ફીટીંગ કરવામાં આવ્યું હોત તો આ મશીન ગામડાના ગરીબ દર્દીઓને ઉપયોગી થાય અને કેટલાય દર્દીઓનો લાભ મળી રહે અને તેમની દવા પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં થઈ શકે જ્યારે સરકાર આ મશીન પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા છે તો પછી આ ફીટીંગ કરવા માટે આવતા કારીગર ને કેમ વહેલી તકે મોકલી શકતી નથી જ્યારે સિંગવડ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઘણા દર્દી આવતા હોય છે જો તેમને એક્સરે મશીનનો લાભ મળી શકે તો દર્દીઓને દાહોદ કે ગોધરા સુધી લાંબુ નહીં થવું પડે જ્યારે એક્સરે મશીન ફીટીંગ કરવા માટે લાગતાવળગતા અધિકારી તથા સ્થાનિક નેતાઓ દ્વારા રસ લઈને ફટાફટ ફીટીંગ કરવામાં આવે તેવી દર્દીઓની માંગ છે.