સિંગવડ તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા રેલી યોજાઈ..
સીંગવડ તા. ૨૨
સિંગવડ તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન કાર્યક્રમની પ્રથમ વર્ષગાંઠ 9 સપ્ટેમ્બર 2023 થી 23 સપ્ટેમ્બર 2023 અંતર્ગત સિંગવડ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ જિલ્લા ક્ષય કેન્દ્ર દાહોદ દ્વારા 22 9 2023 ના સિંગવડ કોલેજ થી મોટરસાયકલ પર રેલી નીકળી હતી જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટીબી નાબુદી માટેના લોક ભાગીદારીનો અભિયાન અંતર્ગત આઈસીસી પ્રોગ્રામ ના કર્મચારીઓ દ્વારા રેલી નીકળવામાં આવી જેમાં લોકોને જાગૃત કરવા માટે સૂત્રો ચાર કરવામાં આવ્યા હતા જેમાં “ટીબી હારેગા દેશ જીતેગા “ડોટસ ખાવો ટીબી ભગાવો” ડોટસ બધા માટે બધા ડોટસ માટે” વગેરે સુત્રોચાર કરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા સાથે મોટરસાયકલ રેલી કોલેજ થી પ્રસ્થાન કર્યા પછી ઉપરવાસ બજાર થઈ નીચવાસ આશ્રમ થઈને ચુંદડી રોડ પર ફરીને પાછી કોલેજ પર રેલીનો સમાપન કરવામાં આવ્યું હતું..