સિંગવડ BJP દ્વારા નારી શક્તિ વંદના અભિયાન અંતર્ગત આર્ટસ કોલેજ ખાતે પ્રોગ્રામ યોજાયો…
સીંગવડ તા. ૨૨
સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી ના પ્રભારી રુચિતારાજ મેડમ દાહોદ જિલ્લા પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા સિંગવડ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કાંતાબેન ડામોર વાલાગોટા જિલ્લા પંચાયત સદસ્ય દક્ષાબેન પરમાર તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રુતિ બેન ડામોર તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ લીલાબેન ડાયરા તથા ભારતીય જનતા પાર્ટી મહામંત્રીઓ ભરતભાઈ ભાભોર મહેશભાઈ બારીયા કરણભાઈ વણઝારા પર્વતભાઈ ડાયરા રાજુભાઈ ડામોર બી.એડ કોલેજ નર્સિંગ કોલેજ તથા આર્ટસ કોલેજના મહિલા પ્રોફેસરો તથા નર્સિંગ કોલેજ તથા બીએડ કોલેજ ની વિદ્યાર્થીનીઓ વગેરે આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર ની સરકાર તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નારી શક્તિને સન્માન આપવા માટે મહિલાઓને જે લોકસભા અને વિધાનસભા બેઠકમાં 33% અનામત માટેનું ક્રાંતિકારી બિલ પાસ કરવામાં આવ્યું અને મહિલાઓના સશક્તિકરણ નો વિચાર કરવા બદલ સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચા દ્વારા અને સિંગવડ તાલુકા પ્રભારી તથા સૌ મહિલા પદાધિકારીઓ દ્વારા કોલેજની મહિલા પ્રોફેસર તથા કોલેજની વિદ્યાર્થીઓ દ્વારા ફટાકડા ફોડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.