ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર મામલતદાર કચેરીમાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન ને અનુલક્ષી લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ..
સંતરામપુર તા. ૧૯
સંતરામપુર મામલતદાર કચેરીમાં મહીસાગર જિલ્લાના ડિવાઇસ પી વળવી સાહેબ સંતરામપુર મામલતદાર ડી આર સંગાડા સંતરામપુરના પી.આઈ કેક ડીંડોર સંયુક્ત તંત્ર દ્વારા ગણેશ મંડળના મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે એક જ દિવસે 28 તારીખના રોજ ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના જુલુસના અનુલક્ષી લઈને મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું સંયુક્ત તંત્ર દ્વારા બંને સમાજ અને ભેગા અગ્રણીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવેલી હતી અને જણાવેલું કે પોલીસ વિભાગ દ્વારા જુલુસમાં અને વિસર્જનમાં પોલીસનો પૂરો સહયોગ રહેશે પરંતુ સાથે સાથે બંને સમાજના અગ્રણીઓએ પોતાના 25 માણસો અમારી સાથે અને જુનુસમાં કે વિસર્જનમાં કોઈ ઘટનામાં ન બને તે માટે તમારે સાવચેતી રાખવી પડશે પોલીસ વિભાગ દ્વારા કેમેરાનું આયોજન કરવામાં આવેલું છે સતત કેમેરા મેન પણ ની ગોઠવણી પણ કરવામાં આવેલી છે મુસ્લિમ સમાજનો સૌ પહેલા સવારે 9 કલાકથી 12:30 વાગે પૂર્ણ થઈ જાય તેવી ચર્ચા કરવામાં આવી રહી હતી જ્યારે ગણેશ વિસર્જન નમાજ પછી કાઢવામાં આવે તેવી ગણેશ વિસર્જન કાઢવામાં આવે તેવું નક્કી કરવામાં આવેલું છે બંને સમાજના રુઠ પ્રમાણે ચર્ચાઓ કરવામાં આવેલી હતી રાત્રિના સમયે ડેકોરેશન ડેકોરેશન કરતી વખતે કોઈ વાયર ખુલ્લા ના રહે અને કોને નુકસાન ના થાય તે પણ ધ્યાન રાખવાની તમારી જવાબદારી રહેશે ખાસ કરીને વિસર્જન દરમિયાન ડીજે માટે ખાસ સુચના આપવામાં આવેલી કે થોડો ઓછો અવાજ રાખવાનો અને બિનજરૂરી મ્યુઝિક નો ઉપયોગ કરવો નહીં તે પણ ચર્ચા કરવામાં આવેલી હતી એક જ દિવસે બંને તહેવારો શાંતિપૂર્વક થઈ જાય તેવી ચર્ચાઓ કરવામાં આવેલી હતી..