Monday, 09/12/2024
Dark Mode

અખિલ ભારતીય કલાલ સમાજનો રાષ્ટ્રીય મહા અધિવેશન દિલ્હી ખાતે યોજાયો.

September 18, 2023
        2943
અખિલ ભારતીય કલાલ સમાજનો રાષ્ટ્રીય મહા અધિવેશન દિલ્હી ખાતે યોજાયો.

બાબુ સોલંકી :- સુખસર 

અખિલ ભારતીય કલાલ સમાજનો રાષ્ટ્રીય મહા અધિવેશન દિલ્હી ખાતે યોજાયો.

નેપાળ કલાલ સમાજ ના રાષ્ટ્રીય પ્રમુખ અને રાષ્ટ્રીય કલાલ મહાસભા પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશની રાષ્ટ્રીય સમિતિ ની યાદી જાહેર કરાઈ

સુખસર,તા ૧૮

અખિલ ભારતીય કલાલ સમાજનું રાષ્ટ્રીય મહાધિવેશન દિલ્હી ખાતે ૧૭ સપ્ટેમ્બર રવિવારના રોજ યોજાયો હતો.જેમાં નેપાળ દેશના રાષ્ટ્રીય પ્રમુખ રાષ્ટ્રીય કલાલ સમાજ મહાસભાના પ્રમુખ સહિત દેશભરમાંથી કલાલ,જયસ્વાલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં સમાજના સર્વોચ્ચ નાગરિકોનું સન્માન કરાયું હતું.

 અખિલ ભારતીય કલાલ સમાજ મહાસભાનું રાષ્ટ્રીય મહા અધિવેશન દિલ્હી ખાતે કાશ્મીર ગેટ,તીકોના પાર્ક ખાતે યોજાયો હતો.જેમાં શ્રી સહસ્ત્ર બહુ ભગવાન અર્જુન પૂજન તેમજ બલભદ્ર જન્મોત્સવ નિમિત્તે પૂજન અર્ચનનો કાર્યક્રમ યોજાયો હતો. સમાજના સર્વોચ્ચ નાગરિક,કર્મયોદ્ધા ઓનું સન્માન કરવામાં આવ્યું હતું. નેપાળ દેશના કલાલ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ રમેશચંદ્ર શાહ તેમજ અખિલ ભારતીય કલાલ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકરલાલ કલાલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ગુજરાત,રાજસ્થાન, મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,ઓરિસ્સા, તેલંગણા,કલકત્તા,બિહાર,ઉત્તર પ્રદેશ, બંગાળ સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં કલાલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં રાષ્ટ્રીય મહાસભાના અધ્યક્ષ શંકરભાઈ કલાલ,મહાસચિવ કિશોરભાઈ કલાલ,રાષ્ટ્રીય કોષાધ્યક્ષ મનીષભાઈ રાય,ઉપાધ્યક્ષ રવિ જેસવાલ,હરીશ કલાલ હરિયાણાના રમેશજી અહુવાલિયા,રાષ્ટ્રીય સચિવ હરેશભાઈ કલાલ(પાલનપુર) ભાવનાબેન સુહાલકા,,અરુણા ગુપ્તા ગ્વાલિયર,લલિત સમદુરકર, મેવાડા કલાલ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રકાશ શાહ (પાલી) અખિલ ભારતીય કલાલ મહાસભાના ગુજરાત પ્રદેશના મહાસચિવ હિતેશ કલાલ,રાષ્ટ્રીય યુવા મહાસભા મીડિયા પ્રભારી દિલીપ મેવાડા.ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિશેષ ઝાકી પણ પ્રસ્તુત કરવામાં આવી હતી.સમસ્ત કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.જેમાં દેશભરના કલાલ સમાજે લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો.ગુજરાત પ્રદેશની રાષ્ટ્રીય કાર્યકર્ણી સમિતિની જાહેરાત કરી હતી.જેમાં પ્રમુખ તરીકે અરવિંદભાઈ પટેલ (કલાલ)દાતા પાલનપુર, મહા સચિવ તરીકે હિતેશ કલાલ સુખસર દાહોદ, મીડિયા પ્રભારી દિલીપ મેવાડા અમદાવાદ ની નિમણૂક કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!