
રાહુલ ગારી :- ગરબાડા
દાહોદ-અલીરાજપુર હાઇવે પર ભારે વરસાદથી ગાબડાં પડતા સ્થાનિક ધારાસભ્ય તેમજ પંચાયત પ્રમુખ ઘટના સ્થળે પહોંચ્યા.
ગરબાડા તા. ૧૮
દાહોદ જિલ્લા સહિત અન્ય વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ત્યારે છેલ્લા બે દિવસમાં ગરબાડા પંથકમાં વરસસી રહેલા વરસાદના કારણે કારણે હાલમાં નવીન બનેલા આલીરાજપુર-દાહોદ નેશનલ હાઈવે પર ગરબાડા ભાભરાં ચોકડી નજીક જે મસમોટું ગાબડું વરસાદના કારણે પડ્યું હતું.તેની ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ મયુરભાઈ ભાભોરે મુલાકાત કરી હતી અને સંલગ્ન વિભાગના કર્મચારીઓ જાણ કરી હતી અત્રે ઉલ્લેખ છે કે તાજેતરમાં એકાદ મહિના પહેલા રસ્તાનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું.જોકે પ્રથમ વરસાદમાં જ રસ્તાનું ધોવાણ થતા કોન્ટ્રાક્ટર દ્વારા કેવા પ્રકારની કામગીરી કરી હશે.?અને કેટલા પ્રમાણમાં મટીરીયલ નાખવામાં આવ્યું છે. તેની ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ મામલે હવે જોવાનું રહે કે તંત્ર આ વિષય પર શું પગલાં લેવામાં આવે છે….