
નવીન સિકલીગર :- પીપલોદ
પીપલોદમાં ભારે વરસાદના પગલે મેન બજારમાં પાણી ભરાયા, રહેણાંક સોસાયટીઓ સરોવરમાં ફેરવાઈ.
પીપલોદ તા. ૧૭
પીપલોદમાં લાંબા સમયના વિરામ બાદ હવાના જોખા સાથે સાથે અને મનમુકી વરસતા મેઘરાજા ની જોરદાર એન્ટ્રી થી પીપલોદ ના આજુબાજુના ખેતરો કોતર તળાવો છલોછલ ભરાઈ ગયા હતા.અને પીપલોદ મેન બજાર વિસ્તારમાં સાલીયા પંચેલાના વિસ્તારમાંથી પાણીની આવકવાળો રસ્તો હોવાના કારણે પીપલોદ બજારનો નેશનલ હાઇવે પાણીમાં ડૂબ્યો હતો અને પીપલોદ નવીન બનતી સોસાયટીના વિસ્તારમાં પણ પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ વિસ્તારમાંથી ભરપૂર પાણી વહેતા પીપલોદમાં આવેલા ગોવિંદીયા તળાવમાં ખૂબ જ પાણીની મોટી આવક થતા તળાવ ભરચક ભરાઈ ગયું હતું.અને તળાવમાં સતત વરસાદ વરસે તો પાણીની આવક થતા સોસાયટીમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા. આજ રીતે સતત વરસાદ વરસે તો આજુબાજુમાં લોકો ભારે ચિંતામાં મુકાયા હતા.મળતી માહિતી અનુસાર ગત ત્રણ ચાર મહિના પહેલા ગોવિંદીયા તળાવની જુના દુરર્ગધ મારતા ગંદા પાણીનો નિકાલ કરવા માટે તળાવની વર્ષો જૂની પાળ ગ્રામ પંચાયત પીપલોદ દ્વારા તોડવામાં આવી હતી એ પણ ચોમાસાના આગમન પહેલા માટીથી જેસીબી વડે પૂરવામાં આવી હતી અને તેની ઉપર ડામર વાળો પાકો રોડ પણ બની ગયો હતોએ પાળની માટી પહોળાઈના ભાગમાં પૂરવાની કામગીરી અધુરી રહી જવા પામી હતી જો પાણી આવક આ જ રીતે તળાવમાં વધે તો આ તળાવનું પાણી પાળ તોડીને મોટા ભારે પ્રવાહમાં વહી જાય તો તળાવના નીચવાસ વિસ્તારના ભાગમાં આવેલા તળાવ ફળિયામાં ભારે મોટું નુકસાન થઈ શકે તેવી ચિંતા અને ચર્ચા નો માહોલ બન્યો છે.