
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાનું રામનાથ તળાવ સહિત મોહણખોબ તળાવ ઓવર ફલો થતાં પોલીસના જવાનો તૈનાત કરાયા
મોહણખોબ તળાવ ઓવર ફલો થતાં ભીલવા માં આવેલ નીચાણવાળા વિસ્તાર નાં લોકોને પોલીસ તેમજ તંત્ર દ્વારા એલર્ટ કરાયા
ગરબાડા તા. ૧૭
ગરબાડામાં અવિરત રીતે વરસી રહેલા વરસાદના કારણે ગરબાડા તાલુકાના જુદાજુદા તળાવો નદીઓ તેમજ ડેમોમાં નવા નીર આવતા તેની સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જે પાણીની સપાટીમાં વધારો થતા ક્યાંક ને ક્યાંક ભઇજક પોલીસનાં જવાનો પણ કરવામાં આવ્યા છે વાત કરીએ તો ગરબાડા નો રામનાથ તળાવ અવર ફલો થતા તળાવની બાજુમાં આવેલ પીવાના કુવાના પાણીની પાસે તેમજ મોહનખોબ ની બાજુમાં પસાર થતો રસ્તા ઉપર ભારે વરસાદના કારણે રસ્તાની એક સાઇટ ધરાસાઈ થતા ત્યાં પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ગાંગરડી માં આવેલ નદી અવર ફ્લો થતાં ત્યાં પણ પોલીસના જવાનો તહેવાર કરવામાં આવ્યા હતા અને કોઈ પણ પ્રકારની જાનહાની ન સર્જાય તે માટે તંત્ર દ્વારા તમામ ઇજાગ્રસ્ત વિસ્તારોમાં પેટ્રોલીગ કરીને નજર રાખવામાં આવી રહી છે..