રાજેશ વસાવે :- દાહોદ
લીમખેડા નજીક નેશનલ હાઈવે પર અગાઉથી અકસ્માત બાદ ડિવાઈડર પર ચઢેલી આઇસર ટેમ્પો સાથે ફોરવીલ ગાડી જોશભેર અથડાઈ…
દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા…
દેવગઢબારિયા પાલિકાનો ચાર્જ હોવાથી ફરજ બજાવવા નીકળેલા ચીફ ઓફિસરને લીમખેડા નજીક નડયો અકસ્માત
દાહોદ તા.17
દાહોદ નગરપાલિકામાંથી ઓફિસર તરીકે ફરજ બજાવતા યશપાલ સિંહ વાઘેલાને લીમખેડા મુકામે નેશનલ હાઈવે પર અગાઉથી અકસ્માત થઈને ઊભેલી આઇસર ગાડી સાથે જોશભેર ટક્કર થતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ચીફ ઓફિસરના માથાના ભાગે તેમજ હાથ પગના ભાગે બીજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે દાહોદના ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે બનાવની જાણ દાહોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તથા પાલિકાના અધિકારીઓને થતા ઉપરોક્ત તમામ લોકો ખાનગી હોસ્પિટલ દોડી આવ્યા હતા જ્યાં વધુ સારવાર અર્થે તેઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અવિરત વરસાદના પગલે દાહોદ નગરપાલિકા ના અધિકારીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ રાઉન્ડ ઘ ક્લોક કામ કરી અવિરત વરસી રહેલા વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કવાયતમાં જોતરાયા છે ત્યારે આ પ્રક્રિયામાં છેલ્લા બે દિવસથી જોતરાયેલા દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર યશપાલ સિંહ વાઘેલા ગતરોજ આખી રાત નગરપાલિકાની ટીમ સાથે નિશાળ વાળા વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પૂર્ણ કરી વહેલી સવારે 5:00 વાગે પોતાના નિવાસ સ્થાને ગયા હતા. ત્યારબાદ થોડાક કલાકો બાદ દેવગઢ બારીયા તાલુકામાંથી પસાર થતી પાનમ નદીમાં કચરો જ રેસ્ક્યુ દરમિયાન ફસાયેલા ફાયર ના જવાનોને સલામત રીતે બહાર કાઢવા માટે મોટો રેસ્ક્યુ ઓપરેશન દાહોદ કલેકટર હર્ષદ ગોસવી, પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, ફાયર બ્રિગેડના જવાનો તેમજ એસટીઆરએફની ટીમો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.
જોકે ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા પાસે દેવગઢબારિયા નગરપાલિકાનો ચાર્જ હોવાથી તેઓ વહેલી સવારે પોતાના કબજા હેઠળની Gj-01-WM-6558 નંબરની SUV ગાડીને લઈ દેવગઢ બારીયા ખાતે જવા રવાના થયા હતા. જ્યાં રસ્તામાં લીમખેડા ખાતે નેશનલ હાઈવે પર અગાઉથી માર્ગ અકસ્માત નો ભોગ બની ડિવાઈડર પર ચડેલી આઇસર ગાડી સાથે તેઓની ગાડીની જોશબેર ટક્કર થતાં ગાડી નો આગળથી કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો. જેના પગલે ગાડીમાં સવારથી ઓફિસર યશપાલસિંહ વાઘેલાને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓને તાબડતોડ ખાનગી એમ્બ્યુલન્સ મારફતે દાહોદ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ખાનગી હોસ્પિટલમાં તેઓ હાલ સુરક્ષિત હોય સારવાર લઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખની છે કે બે દિવસથી ચાલી રહેલા અવિરત વરસાદમાં નિષ્ઠાપૂર્વક બબ્બે નગરપાલિકાનું દુકાન સંભાળી રહેલા યશપાલસિંહ વાઘેલા ઇજાગ્રસ્ત થતા બંને નગરપાલિકાના કામકાજ પર આંશિક અસર જોવા મળી હતી.