Friday, 11/07/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના મોટા સલરા ગામેથી પોલીસે નાકાબંદી દરમિયાન વૈભવી ગાડીમાંથી એક લાખ રૂપિયા ઉપરાંતના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડયો..

August 16, 2021
        1001
ફતેપુરા તાલુકાના મોટા સલરા ગામેથી પોલીસે નાકાબંદી દરમિયાન વૈભવી ગાડીમાંથી એક લાખ રૂપિયા ઉપરાંતના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડયો..

જીગ્નેશ બારીયા :- દાહોદ 

ફતેપુરા તાલુકાના મોટા સલરા ગામેથી પોલીસે નાકાબંદી દરમિયાન વિદેશી દારુ તેમજ ફોર વ્હીલર ગાડી મળી કુલ ચાર લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડયો 

દાહોદ તા.૧૬

ફતેપુરા તાલુકાના મોટા સલરા ગામેથી પોલીસે નાકાબંદી દરમિયાન વૈભવી ગાડીમાંથી એક લાખ રૂપિયા ઉપરાંતના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડયો..

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટાસલરા ગામેથી પોલીસે એક સ્કોડા ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો નંગ.૩૪૨ કિંમત રૂા.૧,૦૩,૪૪૦ ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા.૪,૦૩,૪૪૦ના મુદ્દામાલ સાથે ચાલકની અટક કરી તેમજ અન્ય એક ઈસમ વિરૂધ્ધ પણ પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફતેપુરા તાલુકાના મોટા સલરા ગામેથી પોલીસે નાકાબંદી દરમિયાન વૈભવી ગાડીમાંથી એક લાખ રૂપિયા ઉપરાંતના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડયો..

ગત તા.૧૫મી ઓગષ્ટના રોજ ફતેપુરા તાલુકાના મોટાસલરા ગામે પોલીસને મળેલ બાતમીના આધારે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં ત્યારે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક સ્કોડા ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથેજ તેને ચારેય તરફથી ઘેરી લઈ ચાલક અરવિંદભાઈ ઉર્ફે પ્રવિણભાઈ રાઠોડ (રહે. ગોવિંદપુરા, તા.હાલોલ, જિ.પંચમહાલ) ની અટકાયત કરી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ બોટલો નંગ. ૩૪૨ કિમત રૂા.૧,૦૩,૪૪૦ નો પ્રોહી જથ્થો કબજે લઈ ગાડીની કિંમત મળી કુલ રૂા.૪,૦૩,૪૪૦નો મુદ્દામાલ પોલીસે કબજે લીધો હતો જ્યારે આ બનાવમાં વધુ એક ઈસમની સંડોવણી બહાર આવી હોવાનું પણ સામે આવ્યું જેથી ફતેપુરા પોલીસે અરવિંદભાઈની સાથે સાથે મહેશભાઈ દેસાઈભાઈ પરમાર (રહે.જલીયાપાનાના મુવાડા, તા. ગોધરા, જિ.પંચમહાલ) વિરૂધ્ધ પણ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

——————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!