
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદમાં 75 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે દાહોદ ખાતે 108 ઈમરજન્સીના કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેબિનેટ કક્ષાના મંત્રી ગણપત વસાવાના હસ્તે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા
દાહોદ તા.15
સમગ્ર ગુજરાત તેમજ દાહોદ જિલ્લામાં દર્દીઓ માટે દેવદૂત સમાન 24×7 અવિરત સેવા આપી કેટલાય લોકોના જીવ બચાવી તેમજ કોરોના કાળમાં અવિરત માનવકાજની સેવા કાજે જોતરાયેલા 108 ઇમરજન્સી 108 ના કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલએવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.આજે 15 ઓગસ્ટ 2021 ના દિવસે દાહોદ જિલ્લા ખાતે ૭૫માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સાહેબે તેમના વરદ હસ્તે 108 ના કર્મચારીઓને સારા કામ બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ તમામ એવોર્ડ વિતરણ દરમ્યાન કલેકટરશ્રી હર્ષિત ગોસાવી સાહેબ ડી.ડી.ઓ શ્રી તેજસ પરમાર સાહેબ, એસ.પી શ્રી હિતેશ જોયાસર 108 ઈ.એમ.ઈ શૈખ જમીલહુસેન અને વિજય ગામીત તથા તમામ શાખાના મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા.