બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરાઈ
સુખસર,તા.૧૪
દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સૌપ્રથમ શાળાના સ્ટાફ પરિવાર અને આચાર્ય દ્વારા શાળાના બાળકોને આજના દિવસ વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં હિન્દી દિવસ ઉજવવાનો હેતુ,તેનું મહત્વ શું છે
તથા આપણે હિન્દી દિવસ કેવી રીતે ઉજવવો જોઈએ?જેવી માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ આ દિવસની ઉજવણી 1953 થી પ્રથમ પ્રધાનમંત્રી જવાહર નહેરુએ શરૂઆત કરેલી.બંધારણમાં 22 ભાષાઓને માન્યતા મળેલી છે. ભારતમાં બોલાતી 1652 ભાષાઓમાં હિન્દી સૌથી વધુ લોકો બોલે છે. લગભગ 75% લોકો હિન્દી બોલી અને સમજી શકે છે.કલમ 343 મુજબ હિન્દીને ભાષણ તરીકેનો દરજ્જો મળેલો છે.તથા દુનિયામાં બોલાતી 6,000 જેટલી ભાષાઓમાં હિન્દી સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ચોથા નંબરની ભાષા છે.સાથે રાજેન્દ્રસિંહ રાણાની ભલામણ અને તેમની 50 મી જન્મ જયંતીના દિવસથી હિન્દી દિવસ ઉજવણીની શરૂઆત થઈ હતી.તથા આપણે આપણા દેશની રાષ્ટ્રભાષા નો આદર અને સન્માન કરવું જોઈએ.આ બાબતોની માહિતી આપ્યા બાદ શાળામાં દર ગુરુવારે હિન્દી ભાષામાં સમગ્ર શિક્ષણ કાર્ય કરવાનું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું હતું.સાથે સાથે 14 મી સપ્ટેમ્બર હિન્દી દિવસ અક્ષર લેખન સ્પર્ધા ટેસ્ટ અને ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું હતું. અક્ષરલેખનમાં 35 બાળકો,ટેસ્ટમાં 56 બાળકો અને ફ્રીઝમાં 20 બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. તમામ સ્પર્ધાઓમાં વિજેતા બાળકોને પ્રોત્સાહક ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.આ રીતે શાળામાં હિન્દી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.