ધાનપુર હાટ બજાર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત 2025 અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો
ધાનપુર તા. ૧૪
ધાનપુર હાટ બજારમાં ટીબી રોગ વિશે સાવૅજનિક હાઈસ્કૂલ ધાનપુર ના વિધાર્થી ઓ દ્વારા પત્રિકા તથા માઇક દ્વારા પ્રચાર પ્રસાર કરવામા આવ્યો હતો, આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા ક્ષય અધિકારી ડૉ આર.ડી.પહાડીયા તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ બી.પી.રમન નાં માગૅદશૅન હેઠળ કરવામા આવ્યો હતો,આ પ્રસંગે PHC મેડિકલ ઓફિસર ડૉ અરૂનકુમાર કુર્મી, PHC- સુપરવાઇઝર રાજેશભાઈ, તાલુકના ટીબી સુપરાઈઝર નિતીનભાઈ તથા નરોત્તમભાઈ , તેમજ લેપ્રસી સુપરવાઈઝર શૈલેષભાઈ, મેલેરિયા સુપરવાઈઝર કોદરભાઈ મ.પ.હે.દિનેશભાઈ તેમજ CHO અને તમામ PHC સ્ટાફ હાજર રહેલ હતા અને પત્રિકા વિતરણ તથા માઇક દ્રારા ટીબી રોગ વિશે પ્રચાર પ્રસાર કરવામા આવ્યો હતો.