
દાહોદ જિલ્લાની 9 તાલુકા પંચાયતો તેમજ જિલ્લા પંચાયતના હોદ્દેદારોના મેન્ડેટ જાહેર…
લીમખેડા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ઇલાબેન નિનામા તેમજ ઉપ પ્રમુખ તરીકે ગમીરભાઈ પરમારને કમાન સોપાઈ..
પ્રદેશ પ્રમુખ C. R પાટીલની ગાઈડ લાઈન બાદ નામો જાહેર થતાં હોદ્દેદારોના સમર્થકો તેમજ ભાજપના કાર્યકર્તાઓએ મીઠાઈઓ વેચી ફટાકડા ફોડ્યા…
લીમખેડા તાલુકા ભાજપ અધ્યક્ષ રતનસિંહ રાવતે ટીડીઓ સમક્ષ મેન્ડેટ રજૂ કરતા હોદ્દેદારોના ફોર્મ ભરાયા..
લીમખેડા તા.13
દાહોદ જિલ્લાની 9 તાલુકા પંચાયત તેમજ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના મહત્વના સ્થાન ઉપર હોદ્દેદારોની આવતીકાલે તાજપોશી થવાની છે પરંતુ ભાજપે આ વખતે ચૂંટણીના એક દિવસ પહેલા એક સાથે નવું તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતોના આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોના નામ જાહેર કરતા સૌ કોઈને ચોકાવી દીધા હતા.જેમાં લીમખેડા તાલુકા પંચાયતમાં આજરોજ ભાજપ જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર દ્વારા મેંદર જાહેર કરાયેલા મેન્ડેટને લીમખેડા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રતનસિંગ રાવતે ટીડીઓ સમક્ષ રજૂ કરતા પાર્ટી હાઈકમાન્ડ દ્વારા પ્રમુખ તરીકે ઇલાબેન બાલમુકુંદ નીનામા,ઉપપ્રમુખ તરીકે ગમીરભાઈ સાયલાભાઇ પરમાર, કારોબારી ચેરમેન તરીકે ડોક્ટર મોહનભાઈ સુરપાલભાઈ ભાભોર, પક્ષના નેતા તરીકે દિનેશભાઈ વરસીંગભાઇ ડામોર, તેમજ દંડક તરીકે પ્રવીણભાઈ કડકીયાભાઈ નીનામા ના નામોની જાહેરાત કરતા ઉપરોક્ત હોદ્દેદારોએ ટીડીઓ સમક્ષ પોતાના ફોર્મ ભર્યા હતા તે સમયે લીમખેડા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રતનસિંગ રાવતે ઉપરોક્ત હોદ્દેદારોના મેન્ડેડ રજૂ કરતા તેઓના ફોર્મ સ્વીકાર કરાયા હતા. જોકે ફોર્મ ભરવાનો છેલ્લો સમય 3:00 વાગ્યા હોવાથી ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થયા બાદ અન્ય કોઈ ફોર્મ ટી. ડી. ઓ.સમક્ષ રજૂ ન થતા ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉપરોક્ત હોદ્દેદારો નિર્વિઘ્ને પંચાયતના હોદ્દેદારો તરીકે ચૂંટાઈ આવ્યા છે. જેના પગલે ચૂંટાયેલા હોદ્દેદારોના સમર્થકો તેમજ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓએ મીઠાઈઓ વેચી ફટાકડા ફોડયા હતા. તેમજ ચૂંટાયેલા હોદ્દેદારોને પંચાયતના સદસ્યો તેમજ સંગઠનના હોદ્દેદારોએ ફૂલહાર પહેરાવી શુભકામનાઓ પાઠવી હતી.