કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખુલ્લી જગ્યામાં ઓક્સિજન પ્લાન્ટ વરસાદી માહોલમાં બગડી જવાની કગાર પર..
સિંગવડના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટ ખુલ્લી જગ્યામાં હોય અને તેના ઉપર શેડ નહીં કરવાના લીધે વરસાદના પાણી પડવાના લીધે આ ઓક્સિજન પ્લાન્ટ બગડી શકે તેમ જોવાઈ રહ્યું છે.
સીંગવડ તા.૧૩
સિંગવડના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટ નાખી દેવામાં આવ્યો પરંતુ તેના ઉપર શેડ નહીં કરાતા આ પ્લાન્ટ ને વરસાદી પાણી ના લીધે નુકસાન થઈ જવાની સંભાવના રહે છે જ્યારે આ ઓક્સિજન પ્લાન્ટ લાખો રૂપિયાના ખર્ચે ઊભો કરી દેવામાં આવ્યો પરંતુ આ પ્લાન્ટના ઉપર ખાલી થોડાક રૂપિયા માટે શેડ નહીં કરાતા આ પ્લાન્ટ વરસાદના પાણીના લીધે નુકસાન થશે અને તે ઓક્સિજન પ્લાન્ટને વહેલો કાટ લાગશે માટે આ ઓક્સિજન પ્લાન્ટ ના અસ્તિત્વ પૂરા થઈ જશે તેમ છે માટે આ ઓક્સિજન પ્લાન્ટ પણ લાગી ગયો અને તે પ્લાન્ટ માંથી ઓક્સિજનની જરૂરી પડે તો ઓક્સિજન પણ મળે છે જે આ સામેલ આરોગ્ય કેન્દ્રમાં એક સારી સુવિધા ઉભી કરવામાં આવી છે પણ તેને સાચવવા માટે પણ તેના ઉપર શેડ બનાવવો જરૂરી છે અને તેની દેખરેખ રાખવામાં આવે તો આ સારી રીતે ચાલીને લોકોનો ઉપયોગી બની શકે તેમ છે જ્યારે આ શેડ નહીં બનાવવાથી આ ઓક્સિજન પ્લાન્ટ ને નુકસાન જલ્દી થાય તેમ છે માટે આ ઓક્સિજન પ્લાન્ટ ના ઉપર જેટલું બને એટલું જલ્દી સેડ બનાવવામાં આવે માટે તેના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા સેડ માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.