
ફતેપુરા ન્યાય મંદિર ખાતે નેશનલ લોક અદાલત યોજાઈ
ફતેપુરા તા. ૧૦
આજે તારીખ 9 સપ્ટેમ્બર 2023 ના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળની સૂચનાથી તેમજ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના સહયોગથી અને દાહોદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના આયોજનથી ફતેપુરા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ફતેપુરા ન્યાય મંદિર ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું.
આ લોક અદાલતમાં વિવિધ સમાધાનકારી કેસોનું સમાધાન કરવામાં આવશે તેમજ ફેસલ કરવામાં આવશે.
આ લોક અદાલતમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના વિવિધ ગ્રાહકોના બાકી લેણા નુ સમાધાન કરવામાં આવશે તેમજ વિવિધ બેન્કોના બાકી લેણા ની રકમોનું સમાધાન કરવામાં આવશે તેમજ વિવિધ સમાધાનકા લરી કેસોનું સમાધાન કરવામાં આવશે