સિંગવડ ગામમાં પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભવાઈ દ્વારા લોકોને જાગૃત કરાયા..
સીંગવડ તા. ૧૦
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન કાર્યક્રમની પ્રથમ વર્ષગાંઠ 9 9 23 થી 23 9 23 સુધી યોજાનાર કાર્યક્રમ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો .ઉદય ટિલાવત જિલ્લા ક્ષય અધિકારી ડો. આર.ડી. પહાડિયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો. મુનિયા ના માર્ગદર્શન હેઠલ આજરોજ 10 9 23 ના રોજ સિંગવડ ગામમાં ગુરુ ગોવિંદ ચોક ખાતે ટીબી મુક્ત ભારત ટીબી હારેગા દેશ જીતેગા વિષય પર ભવાઈ યોજવામાં આવી જેમાં ટીબી રોગોનો ફેલાવો લક્ષણો સારવાર સાવચેતી તેમજ મલેરિયા ડેન્ગ્યુ સ્વચ્છતા વિશે ભવાઈના માધ્યમ દ્વારા લોકોમાં જનજાગૃતિ પ્રચાર પ્રસાર થાય તે અંતર્ગત આ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ગામના તથા ગામડાના આજુબાજુના લોકો તેમજ આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો.