Thursday, 25/04/2024
Dark Mode

દાહોદના મહાકાળી મંદિરની જમીન હરાજીનો મામલો:હિન્દુ સંગઠન તેમજ સ્થાનિકોની જીત,વડોદરા ચેરીટેબલ ટ્રસ્ટ કમિશ્નર કચેરીના હુકમના આધારે હરાજી ટળી,

August 14, 2021
        1186
દાહોદના મહાકાળી મંદિરની જમીન હરાજીનો મામલો:હિન્દુ સંગઠન તેમજ સ્થાનિકોની જીત,વડોદરા ચેરીટેબલ ટ્રસ્ટ કમિશ્નર કચેરીના હુકમના આધારે હરાજી ટળી,

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદના મહાકાળી મંદિરની જમીન હરાજીનો મામલો:હિન્દુ સંગઠન તેમજ સ્થાનિકોની જીત,વડોદરા ચેરીટેબલ ટ્રસ્ટ કમિશ્નર કચેરીના હુકમના આધારે હરાજી ટળી,

દાહોદ તા.૧૪

દાહોદ શહેરમાં આવેલ ગોધરા રોડ ખાતે મહાકાળી મંદિરના પ્રાગંણને ટ્રસ્ટીઓ દ્વારા વેચવામાં આવનાર હોવાના આક્ષેપો સાથે ત્રણ – ચાર દિવસ અગાઉ વિશ્વ હિન્દુ પરિષદ સહિત સ્થાનીક લોકો દ્વારા આ મામલાનો ભારે વિરોધ દર્શાવ્યો હતો ત્યારે માંઈ ભક્તો અને દાહોદ નગરવાસીઓ માટે આનંદના સમાચાર મળી રહ્યાં છે. વડોદરાની ચેરીટેબલ ટ્રસ્ટ કમિશ્નરની કચેરીમાં આ કેસ દાખલ કરવામાં આવી હતી. હરાજી હાલ પુરતી ટળી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

#Paid pramotion 

દાહોદ શહેરમાં ગોધરા રોડ ખાતે આવેલ મહાકાળી મંદિર તેમજ પટાંગણમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતાં આવ્યાં છે અને જાે આ મંદિરના પટાંગણને વેચી દેવામાં આવશે તો ધાર્મિક કાર્યક્રમો અને લોકોની લાગણી દુભાય તેમ હોવાથી થોડા દિવસો અગાઉ આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને સ્થાનીકો દ્વારા ભારે વિરોધ દર્શાવ્યો હતો. દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે આવેલ મહાકાળી માતા મંદિરની જમીન રે.સર્વે નંબર ૧૪૯/અ બે એકર ૧૫ વિઘા જમીનને વેચાણ હેતુ ટ્રસ્ટીઓ દ્વારા પુર્વ અનુમતિ મેળવવાની આશયને પગલે આ મામલોના વિશ્વ હિન્દુ પરિષદ સહિત સ્થાનીક લોકો દ્વારા ભારે વિરોદ દર્શાવ્યો હતો ત્યારે જાણવા મળ્યાં અનુસાર, આ હરાજી હાલ પુરતી ટળી છે. હિન્દુ સંગઠનો અને સ્થાનીકોમાં આનંદ છવાઈ ગયો છે. આ કાનુની લડાઈ આવનાર દિવસોમાં કંઈ દિશામાં જશે અને કેવો વળાંક લેશે તે જાેવાનું રહ્યું.

મહાકાળી મંદિર પ્રાચીન મંદિરોમાંથી એક છે, વર્ષાેથી આ મંદિરમાં લોકોની ધાર્મિક આસ્થા પણ જાેડાયેલ છે. મહાકાળી માતાના મંદિર સિવાય પણ આ અનેક દેવી, દેવતાઓની પ્રતિમાઓ આવેલ છે અને પ્રતિમાઓને પ્રતિષ્ઠીત કરવામાં આવેલ છે. આ મંદિરે દરરોજ અને વાર, તહેવારે તેમજ ધાર્મિક દિવસો દરમ્યાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા તેમજ પુજા, પાઠ કરવા આવતા હોય છે. આ મંદિર ખાતે હિન્દુઓના અનેક તહેવારો ખુબજ ધામધુમથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને નવરાત્રીનું આયોજન આ મંદિરના પટાંગણમાં ખુબજ હર્ષાેઉલ્લા અને ધામધુમથી ઉજવાય છે. દાહોદ શહેરનું પ્રમુખ ગરબા સ્થળ પણ છે. પુજાની સાથે સાથે રમત અને અન્ય હેતુ માટે પણ લોકો આવતાં હોય છે. પાર્કિંગ માટે પણ આ જમીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ મંદિર પ્રાચીન હોવાને કારણે અહીં અનુષ્ઠાન, યજ્ઞ, સુન્દર કાંડ, કથા તેમજ ભંડારા જેવા અનેક કાર્યક્રમો પણ યોજાય છે. જાણવા મળ્યાં અનુસાર, ૩૦ વર્ષાેથી મહાકાળી મંદિરના પટાંગણમાં બદ્રીપ્રસાદ રામમુરત દુબે દ્વારા સતત ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.

—————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!