Thursday, 25/04/2024
Dark Mode

દે.બારિયા તાલુકાના ડાંગરિયા ગામે ત્રણ યુવકોના મોત અંગે નવો વળાંક:ત્રણેય યુવકોના માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું 

August 14, 2021
        1032
દે.બારિયા તાલુકાના ડાંગરિયા ગામે ત્રણ યુવકોના મોત અંગે નવો વળાંક:ત્રણેય યુવકોના માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું 

રાહુલ મેહતા :- દે. બારીયા

દે.બારિયા તાલુકાના ડાંગરિયા ગામે ત્રણ યુવકોના મોત અંગે નવો વળાંક:ત્રણેય યુવકોના માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું 

 મરણજનાર યુવકના સ્વજનની અરજીના આધારે પોલીસે ફરિયાદ નોંધી 

દાહોદ તા.૧૪

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરીયા ગામે રોડની સાઈડમાં આવેલ ખેતર જેવા વિસ્તારમાંથી ત્રણ યુવકોના મૃતદેહો મળી આવ્યાં હતાં. આ બનાવમાં એક નવો વળાંક સામે આવ્યો છે જેમાં આ સમગ્ર મામલે ગઈકાલેજ મૃત ત્રણ પૈકી એક યુવક સ્વજન દ્વારા પોલીસમાં ફરિયાદ આપતાં જણાવ્યું છે કે, મૃતક પૈકી એક યુવકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઈડમાં મોટરસાઈકલ ઉતારી દેતાં ત્રણેય યુવકો મોટરસાઈકલ પરથી ફંગોળાતાં ત્રણેયના મોત નીપજ્યાં હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે માર્ગ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#Paid pramotion 

ગતરોજ વહેલી સવારના સમયે દેવગઢ બારીઆ તાલુકાના ડાંગરીયા ગામેથી રસ્તાની સાઈડમાં ખેતર જેવા વિસ્તારમાંથી દેવગઢ બારીઆ નગરના કાપડી વિસ્તારમાં રહેતાં સમીરભાઈ યાકુબભાઈ જેથરા, અકબરભાઈ સત્તારભાઈ પટેલ અને ઈસુબભાઈ અયુબભાઈ શુક્લાના મૃતદેહો મળી આવતાં પરિવારજનો સહિત ગ્રામજનોનો સ્થળ પર ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં. આ ઘટનાને પગલે મૃતકોના સ્વજનો દ્વારા પોલીસ મથકે જઈ પોતાના બાળકોની હત્યા કરાઈ હોવાની રજુઆત સાથે હત્યાનો ગુનો દાખલ કરવા માંગ કરી હતી પરંતુ સ્થળ તપાસ તેમજ વિગતવાર માહિતી સામે આવતાં આ ઘટના માર્ગ અકસ્માતમાં બની હોવાનું સામે આવ્યું હતું. મૃતક ત્રણ યુવક પૈકી અકબરભાઈ સત્તારભાઈ પટેલના સ્વજન કાળુભાઈ સત્તારભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે, સમીરભાઈ યાકુબભાઈ જેથરા (ઉ.વ.૨૧, રહે.પીંજારા ફળિયું, કાપડી) દ્વારા પોતાના કબજાની એવેન્જર મોટરસાઈકલ ગત તા.૧૨.૦૮.૨૦૨૧ થી તારીખ ૧૩.૦૮.૨૦૨૧ ના સમયગાળા દરમ્યાન વહેલી સવારના આઠેક વાગ્યાના આસપાસ ડાંગરીયા ગામેથી પોતાના કબજાની મોટરસાઈકલ પર અકબરભાઈ સત્તારભાઈ પટેલ (ઉ.વ.૨૫, રહે. કાપડી ફાટક ફળિયું) અને ઈસુબભાઈ અયુબભાઈ શુક્લા (ઉ.વ.૨૧, રહે. કાપડી, ફાટક ફળિયું) ને મોટરસાઈકલ પર બેસાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે મોટરસાઈકલ હંકારી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન ડાંગરીયા ગામે રૂવાબારી રોડ પર રોડની સાઈડમાં આશરે ચાલીસેક ફુટ મોટરસાઈકલ ઉતારી દેતાં માર્ગ અકસ્માત સર્જાયો હતો અને જેમાં ઉપરોક્ત ત્રણેય યુવકોના મોત નીપજ્યાં હતાં.

 

આ સમગ્ર મામલે દેવગઢ બારીઆ નગરના કાપડી, પટેલ ફળિયામાં રહેતાં કાળુભાઈ સત્તારભાઈ પટેલે ઉપરોક્ત મુજબની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

————————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!