Tuesday, 03/12/2024
Dark Mode

નામાંકિત કંપનીની ઊંચા ભાવની કોસ્મેટીક આઈટમોની ખાલી બોટલમાં નકલી માલ ભરી વેચવાનું કૌભાંડ..દાહોદના એક મકાનમાં નકલી શેમ્પુ બનાવતી મીની ફેકટરી પકડાઈ :રૂા ૨.૨૦ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઉત્તરપ્રદેશના ૮ પકડાયા…

September 9, 2023
        1050
નામાંકિત કંપનીની ઊંચા ભાવની કોસ્મેટીક આઈટમોની ખાલી બોટલમાં નકલી માલ ભરી વેચવાનું કૌભાંડ..દાહોદના એક મકાનમાં નકલી શેમ્પુ બનાવતી મીની ફેકટરી પકડાઈ :રૂા ૨.૨૦ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઉત્તરપ્રદેશના ૮ પકડાયા…

રાજેશ વસાવે :- દાહોદ 

નામાંકિત કંપનીની ઊંચા ભાવની કોસ્મેટીક આઈટમોની ખાલી બોટલમાં નકલી માલ ભરી વેચવાનું કૌભાંડ…

દાહોદના એક મકાનમાં નકલી શેમ્પુ બનાવતી મીની ફેકટરી પકડાઈ :રૂા ૨.૨૦ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઉત્તરપ્રદેશના ૮ પકડાયા..

એ ડિવિઝન પોલીસ મથકની કાર્યવાહી : ઉપરોક્ત ઈસમો અમદાવાદ ગાંધીનગર જેવા જિલ્લામાં નકલી માલ વેચ્યો હોવાનું ખુલાસો..

દાહોદ તા.09

 દાહોદ નજીક નેશનલ હાઈવે રોડથી કસ્બા તરફ આવતાં રોડ પર આવેલા એક મકાનમાં પ્રથમ માળે નામાંકિત કંપનીની શેમ્પુની ખાલી બોટલોમાં ડુપ્લીકેટ લીકવીડ ભરી તેનું અસલી તરીકે વેચાણ કરનાર ગેંગનો દાહોદ એ ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે.જેમાં ઉત્તર પ્રદેશના આઠ જેટલા એક ચોક્કસ કોમના યુવકોને દાહોદ પોલિસે ઓચિતો છાપા મારી પકડી પાડયો છે. પોલીસે દરોડા દરમિયાન મકાનમાંથી રૂા. ૨,૨૦,૮૧૮ ના મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળેલ છે.

દાહોદ સ્મશાન ઘાટ ખાતે રહેતા દિલ્હીના સલમાન અલ્લાઉદ્દીન મલિક,આગ્રા જિલ્લાના જલેસર મહોલ્લાગીરીના અમન મહેબુબ મલેક, નુર આલમ મોહંમદ સિદ્ધાર્થ, ઉત્તરપ્રદેશના પાલન ગામના સીજન અકબર મલીક, આગ્રાના ઈસ્લામ નગરના છોટુ ભુરા અલી, અસ્પાક ચિરાગ મહોમ્મદ અલી તથા સમીરખાન સહનાજ એમ કુલ ૧૦ જેટલા યુવાનો દાહોદ શહેરમાં દાહોદ નજીક નેશનલ હાઈવે રોડથી કસ્બા તરફ આવતા રોડ પર આવેલા ઈદરીશ ઈસ્માઈલ પાટુકના મકાનમાં પ્રથમ માળે પોતાના આર્થિક ફાયદા માટે હિન્દુસ્તાન લીવર પ્રા.લીમીટેડ કંપનીના કલીનીક પ્લસ, સનસીલ્ક જેવી સ્ટાન્ડર્ડ બ્રાન્ડની શેમ્પુની ખાલી બોટલોમાં ડુપ્લીકેટ શેમ્પુ ભરી વેંચતા હોવાની બાતમી કંપનીના જવાબદાર અધિકારીઓને મળતા તે કંપનીના મથુરા જિલ્લા અજીત પટ્ટી મગૌરા ગામે રહેતા નરેન્દ્રસિંગ મહાવીરસિંગ કુંત્તલ નામના કર્મચારી દાહોદ ખાતે આવી દાહોદ ટાઉન એ ડીવીઝન પોલિસનો સંપર્ક કરી પોલિસની ટીમને સાથે લઈ દાહોદ હાઈવેથી સ્મશાન તરફ આવતાં રોડ પર આવેલ ઈદરીશ ઈસ્માઈલ પાટુકના પ્રથમ માળે ઓચિંતો છાપો મારી સ્ટાન્ડર્ડ કંપનીની ખાલી બોટલોમાં ડુપ્લીકેટ લીકવીડ ભરી વેંચનાર ઉપરોક્ત આઠ જણાને ઝડપી પાડ્યા હતા.અને સ્થળ પરથી પોલિસે નાની મોટી ખાલી તેમજ ભરેલી બાટલીઓ, ૭ જેટલા મોબાઈલ ફોન, નમકની થેલીઓ નંગ-૨૨ તથા હોટ ગન વગેરે મળી રૂા. ૨,૨૦,૮૧૮નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ પકડાયેલ ઉપરોક્ત આઠે જણા વિરૂધ્ધ કોપી રાઈટ કલમ ૫૧,૬૩ ઈપિકો કલમ ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

 *ડુપ્લિકેટ શેમ્પૂ બનાવનાર કંપનીનો માલિક પણ ઉત્તર પ્રદેશનો રહેવાસી..*

 દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં એક મકાનમાં પ્રથમ માળે નામાંકિત કંપનીની શેમ્પુની ખાલી બોટલોમાં ડુપ્લીકેટ લીકવીડ ભરી તેનું અસલી તરીકે વેચાણ કરનાર ઉત્તર પ્રદેશ આગ્રાના આઠ જેટલા ઇસમોને દાહોદ પોલીસે ઝડપી લીધો છે. કંપનીના એજ્યુકેટીવના જણાવ્યા અનુસાર આ ડુબલીકેટ ફેક્ટરી ચલાવનાર કંપનીનો માલિક આગરા જિલ્લાના ઇસ્લામ નગર નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

 *ડુપ્લીકેટ મીની ફેક્ટરીનું સંચાલન આગ્રાના ઈસ્માઈલ નગર: જુદા જુદા શહેરોમાં ભ્રમણ કરી તદ્દન નજીવા ભાવે નકલી શેમ્પૂનું વેચાણ.*

 ડુપ્લીકેટ કેમિકલ તેમજ પાણી તથા ચિકાસ માટે નમક નાખી ડુબલીકેટ શેમ્પૂ બનાવતી મીની ફેક્ટરી દાહોદમાંથી ઝડપાઈ છે આ મીની ફેક્ટરીઆગ્રાના ઇસ્લામ નગરથી સંચાલન થઇ રહ્યું હતું. જેમાં પકડાયેલા ચોક્કસ કોમના આઠ જેટલા ઈસમો ડુબલીકેટ શેમ્પુ બનાવવાના સંસાધનો સાથે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ભ્રમણ કરી સ્ટાન્ડર્ડ કંપનીની ખાલી બોટલ દિલ્હી ખાતેથી લાવી ઊંચા ભાવની ઓરીજનલ બોટલમાં નકલી શેમ્પૂ ભરી તદ્દન નજીવા ભાવે વેચી મારતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. કંપનીના એજ્યુકેટીવના જણાવ્યા અનુસાર આ નકલી માલ બનાવનાર ઈસમો પાછળ અમે આગ્રાથી લાગ્યા હતા. આગે ગુજરાતના અમદાવાદ, ગાંધીધામ અંજાર અને ત્યારબાદ દાહોદ આમ જુદા જુદા શહેરોમાં નકલી માલ વેચી માન્ય શહેર તરફ પ્રયાણ કરી જતું હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!