કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડમાં રોડની વચ્ચે નાખેલા જી.ઈ.બીના થાંભલાના લીધે અકસ્માતના બનાવોમાં વધારો…
સીંગવડ તા.08
સિંગવડ તાલુકાના સિંગવડ ગામના ગોવિંદ ગુરુ ચોક પાસે ના રસ્તા ની વચ્ચે જી.ઈ.બીના લોખંડના થાંભલા નાખવામાં આવ્યા છે જે થાંભલા ના લીધે આવતા જતા વાહનો તથા મોટરસાયકના એક્સિડન્ટ થતા હોય છે જ્યારે 07-09-2023 ના રોજ રાત્રે 9 વાગ્યે પીપલોદ તરફથી એક ફોરવીલર ગાડી આવતી હતી વરસાદ ચાલુ હોય અને આ લાઈટના થાંભલા પર કોઈ પણ જાતનું રેડિયમ કે કલર કરેલ નહિ હોવાના લીધે ફોરવીલર ગાડી ના ડ્રાઈવરને આ થાંભલો નહીં દેખાતા ગાડીના વચ્ચોવચ થાંભલા સાથે ઠોકાતા ગાડીને નુકસાન થયું હતું જ્યારે લાઈટ બંધ હોવાના લીધે અંદર બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો જ્યારે આ બીજા જી ઇ બી ના જુના થાંભલાઓ નીકળવા માટે પણ ગ્રામ પંચાયત દ્વારા જીઇબી લીમખેડા ને અરજી આપવામાં આવ્યા છતાં આ બજારમાં જે જૂના થાંભલા છે નીકાળી લેવામાં આવેલ નથી જ્યારે જીઇબી તંત્ર રેડિયાળ તંત્રના લીધે આજ દિન સુધી આ જુના ઇલેક્ટ્રીકના થાંભલા નીકળવામાં આવ્યા નથી જેને લીધે આ બજારમાં ગમે ત્યારે આ જુના થાંભલા ના લીધે પણ મોટો એકસીડન્ટ થઇ શકે તેમ છે અને જીઇબી તંત્રના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા સિંગવડ બજારમાં વચ્ચે મુકેલા લોખંડના થાંભલા ઉપર કોઈપણ પ્રકારનું તેના ઉપર રેડિયમ કે કલર કરવામાં નહીં આવતા અવારનવાર એકસીડનો થયા કરતા હોય છે કા પછી તે થાંભલા ઓને સાઈડમાં કરી લેવામાં આવે તો તે એકસીડન્ટ થતા અટકે તેમ છે જ્યારે જે જૂના થાંભલા નથી કામના તેને નીકાળી લેવામાં આવે તો તે થાંભલાઓના લીધે પણ એક્સિડનો અટકે તેમ છે માટે સિંગવડ ગામના લોકો તથા વાહનચાલકોની માંગ છે.કે આ જૂના ઇલેક્ટ્રીકના થાંભલા નીકાળવામાં આવે તો માર્ગ અકસ્માતોમાં ચોક્કસપણે ઘટાડો આવે તેમાં કોઈ બે મત નથી.